વડોદરામાં જમીન દબાણને લઈને Yusuf Pathan પહોંચ્યા હાઇકોર્ટ

વડોદરા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમના પર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને આ પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ મામલે યુસુફ પઠાણે હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટમાં આ કેસ જજ સંગીતા વિશેનની ખંડપીઠ સાંભળી રહી છે.
યુસુફ પઠાણના વકીલે કહ્યું કે, જમીન VMCની જનરલ બોડીએ આપી છે તો પછી રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે, વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે, હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. કોર્ટે રાજકારણ વચ્ચે ના લાવીને મેરિટ ઉપર દલીલો કરવા કહ્યું છે. આ અંગે વધુ સુનાવણી આવતીકાલે થશે. આવતીકાલે VMCના વકીલ યુસુફના કેસમાં ઉપસ્થિત થશે.
આ પણ વાંચો : TMC સાંસદ યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા ભાજપના કોર્પોરેટની અરજી
જો કે હવે આ મામલે વધુ સુનાવણી આવતીકાલ પર ઠેલાવી દેવાય છે અને આવતીકાલે વડોદરા મનપાના વકીલ પણ ઉપસ્થિત રહેવાના છે. યુસુફ પઠાણના તાંદલજા વિસ્તારમાં આવેલા તેમના પ્લોટનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું યુસુફ પઠાણ દ્વારા તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટની જે તે વખતે તેઓએ માંગણી કરેલી હતી. તે અનુસંધાને તે સમયે સ્થાયી સમિતિ અને સભા દ્વારા તેને જે તે કિંમતના આધારે મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં આ દરખાસ્ત અંગે સરકારમાં આ પ્લોટને નામંજૂર કરાયો હોવા છતાં તેઓએ આ પ્લોટ પર કબજો યથાવત રખાયો હતો. આથી વડોદાર મ્યુનિસપિલ કોર્પોરેશને નોટિસ આપી હતી.