આપણું ગુજરાત
ટ્રેનની હડફેટે યુવકનું મોત: હરીપર ગામે યુવાનને એન્જિનની ટક્કર લાગતા ઘટનાસ્થળે જ મોત
(અમારા પ્રતિનિધિ તફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર આવેલા હરીપર બ્રિજ નીચે રેલવેના પાટા પર એન્જિનના ટક્કરથી યુવાનનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી.
પ્રાપ્ત વિગતોનુસાર આ યુવાન વાવડી ગામનો ઈશ્ર્વરભાઇ નાગરભાઇ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનના મોત મામલે રેલવે પોલીસ વિભાગ દ્વારા ટ્રેનના એન્જિનની ટક્કર લાગતા માથાના ભાગે ઇજા થતાં યુવાનને અકસ્માત થયાનું જણાવાયું છે.રેલવે પોલીસની હદમા બનાવ બન્યો હોવાના લીધે તેઓને પણ જાણ કરાઇ હતી. જ્યારે યુવાને આત્મહત્યા કરી છે કે પછી અકસ્માત થયો છે, તે અંગે તપાસ શરૂ કરાઇ હોવાથી યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. મૃતક યુવાનની લાશને ધ્રાંગધ્રા સરકારી હૉસ્પિટલ ખાતે પી.એમ. માટે મોકલી આપી છે. રેલવે પોલીસ એ.એસ.આઈ. એ યુવાનના મોત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.