આપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈના યુવક-યુવતી રીઢા ડ્રગ કેરિયર ? સુરતમાં વેચવા આવ્યા,પણ ઝડપાયા

ગુજરાત પોલીસ એન્ટ્રી ડ્રગ્સ અભિયાન શરૂ કરતાં વેંત જ સુરતમાં બે વ્યક્તિ 25 લાખના ડ્રગ્સ-મુદ્દામાલ સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 5 જેટલા NDPSના કેસ કરવામાં આવ્યા. ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે માંઆ એક યુવક છે અને તેની સાથે જ એક યુવતી પણ ઝડપાઇ છે. ઉલ્લેખનીય છે કે બંને યુવક-યુવતી મુંબઈથી સુરતમાં ડ્રગ્સ વેચવા આવ્યા હતા. આ બંને મુંબઈથી ટ્રેન મારફતે સ્કૂલબેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે બન્ને પકડી પાડ્યા છે. બેગમાંથી કપડા સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.25 લાખનું મળી આવ્યું હતું

5 કેસ 40 લાખનું ડ્રગ્સ -8 ની ધરપકડ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખૂલે આમ ડ્રગ્સ ઝડપાવના કિસ્સા દિન પ્રતિદિન વધતાં જાય છે. કચ્છ કહો કે, દ્વારિકા કે પછી ગાંધી ભૂમિ પોરબંદર, ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા,એક જ દિવસમાં 5 NDPSના કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કરવામાં આવ્યા છે,આજે સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી જેમાં અંદાજિત 40 લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

કચ્છમાં ઝડપાયો જંગી જથ્થો

કચ્છનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માટેનો દરિયા કિનારો હોય તેમ આજે ફરી BSFને કચ્છના દરિયા કિનારેથી 150 કરોડનું ડ્રગ્સ મળ્યું છે. કચ્છના ક્રીક વિસ્તારમાંથી બિનવારસી પેકેટો મળી આવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે આ બાદ સમુદ્રકાંઠાના વિસ્તારો અને ક્રિક વિસ્તારમાં સઘન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે આ ડ્રગ્સનો સબંધ ઈરાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલો હોય તેવું મનાઈ રહ્યું છે.

BSFએ પાછળ એક અઠવાડિયામાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી આજે 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કચ્છના દરિયાકાંઠા પર છાશવારે બિનવારસી ડ્રગના પેકેટ મળી આવે છે, જ્યારે આજે ફરી એક વાર બિન વારસી પેકેટ મળી આવ્યા છે. આજે મળી આવેલું ડ્રગ્સ ત્રણ અલગ અલગ પ્રકારના પેકેટમાં મળ્યું હતું. બીએસએફ દ્વારા ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન હાથ ધોવામાં આવ્યું હતું અને આ સમયે સિન્થેટિક, હેરોઇન, ચરસના પેકેટ મળી આવ્યા હતા.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker