આપણું ગુજરાત

રાજસ્થાનના યુવકે 8 લાખમાં સગીરાને ખરીદી લગ્ન કર્યા અને મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ સુધી

અમદાવાદ : અમદાવાદમાં એક સગીરાના ખરીદ-વેચાણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક પરિવારે પુત્રના લગ્ન માટે 15 વર્ષ અને 7 મહિનાની સગીરાની 8 લાખમાં ખરીદી કરી હતી. તો બીજી તરફ સગીરાની માતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સમગ્ર હકીકત સામે આવ્યા બાદ વટવા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીએ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જને નકારી દેવાતા તે હાઈકોર્ટ પહોંચ્યો હતો. જો કે, ચાર્જશીટ પહેલાં જામીન આપવા હાઈકોર્ટે પણ ઇનકાર કર્યો છે.

અમદાવાદ : રાજ્યમાં એક સગીર બાળકીના વેચાણ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજસ્થાનના એક પરિવારે દીકરાના વિવાહ માટે 15 વર્ષની એક એક સગીરાને 8 લાખમાં ખરીદી હતી. સગીરાની માતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ વટવા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપ્યો હતો. ત્યારબાદ આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનનો એક પરિવાર તેના પુત્રના લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો અને આ દરમિયાન ઇડરના બાબુસિંહ સાથે સંપર્કમાં આવ્યા હતા. તેને પોતાની યુવાન પુત્રીનો સબંધ રાજસ્થાનના પરિવાર સાથે મંજૂર કર્યો હતો. આ બાબતે સગીરના પિતાએ દીકરાના પિતા પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. આરોપી અને સગીરાના લગ્ન ઇડર ખાતે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડને પર હાઇકોર્ટમાં સુનાવણી, કહ્યું 28મી સુધીમાં SIT રિપોર્ટ કોર્ટમાં રજૂ કરો

આખા કિસ્સામાં વળાંક ત્યાંથી આવે છે કે જ્યારે સગીરા રાજસ્થાન પહોંચી ત્યારે તેને કહ્યું હતું કે બાબુસિંહ તેના પિતા નથી અને તે પોતે સગીર વયની છે. ત્યારબાદ પીડિતાએ તેની મોટી બહેનને બધી હકીકત ફોન કરીને જણાવી હતી. આ બાદ સગીરાની માતાએ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જો આરોપીએ સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હોવાની પણ વિગતો છે. વટવા પોલીસ મથકે રાજસ્થાનના આ આરોપી સામે IPCની કલમ 363, 366, 370A, 376(2)(N), 376(3), 34 અને પોક્સો એક્ટની કલમ 3a, 4, 5(1), 6, 17 તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 81 અને 82 મુજબ ગુનો નોંધાયો હતો.

ધરપકડ બાદ આરોપીએ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જો કે તેને ફગાવી દેવામાં આવતા આરોપીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આરોપીના વકીલે તેના પક્ષે કહ્યું હતું, કે આરોપીનો વાંક એટલો જ કે તેને સગીરા સાથે શારીરિક સબંધો બાંધ્યા. આરોપી અને તેના પરિવાર સાથે ખોટું બોલીને બાબુસિંહ દ્વારા છેતરપિંડી કલરવામાં આવી હોવાની પણ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાઈ છે. હાઇકોર્ટ પાસે જામીન અરજી કરતાં કોર્ટે તેને ફગાવતા કહ્યું હતું કે આરોપીએ એક સગીરાની ખરીદી કરી છે અને આ આધારે તેને જામીન અપાઈ શકે નહિ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button