મગરોની વચ્ચે દોઢ દિવસની જહેમત બાદ રૂદ્રમાતા ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો…

ભુજઃ ગત શુક્રવારની બપોરે ગઈકાલે ભુજની ભાગોળે આવેલા રુદ્રમાતા ડેમમાં મોતની છલાંગ લગાવનારા ભુજ તાલુકાના સુમરાસરના ૩૦ વર્ષીય યુવક મહમદ શરીફ ઉર્ફે શબીર અબ્દુલ ગની કુંભારનો દોઢ દિવસ સતત ચાલેલી શોધખોળના અંતે મૃતદેહ હાથ લાગ્યો હતો.
આ પણ વાંચો : Kutch: ગાંધીધામ નકલી ED કેસમાં હવે AAPના નેતા ઈટાલિયા-સોરઠિયાની થશે તપાસ
સુમરાસરના શબીરે અગમ્ય કારણોસર રુદ્રમાતાના ડેમમાં છલાંગ મારી દીધી હોવા અંગે ભુજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
સંખ્યાબંધ મગરો વચ્ચે રુદ્રમાતા ડેમના પાણીમાં જીવના જોખમે રેસ્કયૂ બોટ, અંડર વોટર રોબોટ, કેમેરા જેવા સાધનો સાથે હતભાગી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દોઢ દિવસ બાદ જ્યાંથી શબીરે છલાંગ લગાવી હતી ત્યાંથી ૩૦-૪૦ મીટરના અંતરે પાણીની અંદરથી શબીરની લાશ બહાર કાઢવામાં આવી હતી.
પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો… : કચ્છમાં બનાવટી EDના દરોડા મામલો પકડી રહ્યો છે રાજકીય રંગ, AAP એ આરોપીની સાંસદ સાથેની તસવીર શેર કરી
વિશેષ નોંધઃ આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વસ્થતા માટે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)