આપણું ગુજરાત

ગુજરાતનું આ ગામ છે અનોખું, ગામમાં દરેક ઘરની બહાર છે દીકરીઓના…

ગુજરાતમાં આવેલા રાજકોટના ગોંડલ જિલ્લામાં આવેલું પાટીદડ ગામ રાજ્યના અન્ય ગામો કરતાં ખૂબ જ અલગ છે અને આ ગામને બીજા ગામ કરતાં અલગ બનાવે છે આ ગામની પ્રગતિશીલ વિચારધારા. ગામે મહિલા સશક્તિકરણ અને જેન્ડર ઈક્વાલિટીની દિશામાં લીધેલું પગલું માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પણ દેશભરમાં ચર્ચાનું કારણ બન્યું છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું છે આ પાટીદડ ગામના લોકોએ કે જે જોઈને તમારી છાતી પણ ગજગજ ફૂલાઈ જશે…

પાટીદડ ગામની વસતી 2600થી 2800 લોકોની છે અને આ ગામમાં સ્ત્રી-પુરુષ જન્મદર લગભગ સરખેસરખો છે જે એક પોઝિટીવ સાઈન છે. 82 ટકાનો સાક્ષરતાનો દર મનને એક અનોખો સંતોષ આપે છે. આ તમામ સંકેતો ગામવાસીઓની આધુનિક વિચારસરણી અને શિક્ષણ પ્રત્યેની તેમની કટિબદ્ધતાને દર્શાવે છે. પરંતુ આ બધા વચ્ચે ગામવાસીઓએ એક અનોખી પહેલ કરી છે અને આ પહેલ જ તેને બાકીના ગામ કરતાં અલગ બનાવે છે.

આ પણ વાંચો: બેટી બચાવો, બેટી પઢાવો: ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો થયો વધારો

વાત કરીએ આ પહેલ વિશે તો ગામના દરેક ઘરની બહાર તમને દીકરીઓના નામની નેમ પ્લેટ જોવા મળશે અને આ અનોખી પહેલ શરૂ કરવાનો હેતુ દીકરીઓનું સન્માન કરવાનો તેમ જ તેમને પ્રોત્સાહન આપવાનો છે. ગામના દરેક રહેવાસીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ગામમાં આવેલા દરેક ઘરની બહાર પરિવારની દીકરીઓના નામની તખ્તી જોવા મળે છે.

આ સિવાય ગામના બસ સ્ટેન્ડને પણ પિંક કલરથી રેઈન્ટ કરવામાં આવ્યું છે અને બેટી બચાવો. બેટી પઢાઓ અભિયાનનું સ્લોગન પણ લખવામાં આવ્યું છે. ગામની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં ગામના સરપંચે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગામની જે પણ દીકરીઓ શૈક્ષણિક, રમતગમત કે અન્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરશે એમના નામ ગામના રસ્તા અને શેરીઓને આપવામાં આવશે, જેનાથી ગામની અન્ય દીકરીઓને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો: ‘Beti Bachao Beti Padhao’ અભિયાનથી દીકરીઓના અધિકારોમાં થયો વધારોઃ અમિત શાહ

પાટીદડ ગામને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત પાટીદડ ગામને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જેન્ડર ઈક્વાલિટી અને સ્ત્રી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. લિંગ પરિક્ષણને લઈને પણ દેશમાં પરિસ્થિતિ ખાસ્સી એવી કન્ટ્રોલમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button