યાત્રાધામ અંબાજી રોપ-વે સેવા આજથી છ દિવસ બંધ રહેશે: 17
માર્ચથી ફરી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેની રોપ-વે સેવા 11 માર્ચથી છ દિવસ બંધ રહેશે. રોપ-વે સેવાના કારણે મોટી સંખ્યામાં માઇભક્તોને ગબ્બર ગોખમાં માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવાનો લ્હાવો મળે છે. રોપવે બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. 17મી માર્ચથી રોપ-વે સેવા પુન: શરૂ કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજી ખાતેની રોપ-વે સેવા દર વર્ષે વાર્ષિક મેઇન્ટેનન્સ કરવા માટે બંધ કરવામાં આવતી હોય છે. આ વર્ષે 11મી માર્ચથી 16મી માર્ચ દરમિયાન વાર્ષિક મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનારી છે. આ સમયગાળા દરમિયાન છ દિવસ માટે રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવશે. રોપ-વે સેવા બંધ રહેવાથી આ દરમિયાન માઇભક્તોને ગબ્બર દર્શન કરવા માટે પગથિયાંનો સહારો લેવો પડશે. રોપ-વેની સેવા 17મી માર્ચથી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી ગબ્બર પર ચડવા માટેના 999 અને ઉતરવાના 765 પગથિયા છે. અગાઉ પણ 9 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી રોપ-વેની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેને 14મી જાન્યુઆરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. ઉ