આપણું ગુજરાત

વાહ! અમરેલીના વીજતંત્રની સમયસૂચકતાએ બચાવ્યો એક શ્રમિકનો જીવ

અમરેલીઃ આત્મહત્યા કોઈ સમસ્યાનો હલ નથી તેમ વારંવાર સમજાવવા છતાં લોકો પોતાની મુસિબતોનો હલ જીવ દઈ દેવામા શોધે છે. આવા જ એક જીવ આપવા ગયેલા શ્રમિકને વીજતંત્રની સમયસૂચકતાએ બતાવી લીધો હતો.
આ ઘટના સૌરાષ્ટ્રના અમરેલીની છે. અહીં એક શ્રમિક આપઘાત કરવા માટે 11 કેવીની લાઈન પર ચઢ્યો હતો, જો કે આરટીઆઈના એક અધિકારીઓએ વીજતંત્રને જાણ કરી અને વીજતંત્રએ પાવર સપ્લાઈ બંધ કરી તેનો જીવ બચાવ્યો હોવાની માહિતી મળી છે.

આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે અમરેલી જિલ્લામાં બાબરા દિલાવર સ્ટીલ પ્લાન્ટ સામે એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે વીજ લાઇનના સબ સ્ટેશન પર ચડી ગયો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનાર આ પરપ્રાંતીય શ્રમિક હતો. જેણે 11 કેવીની વીજલાઈન પર ચડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ તબક્કે સ્થાનિકોએ આ દૃશ્યો જોતાં તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ સફળ થઈ શક્યા નહોતા. આ તબક્કે સ્થાનિકો તેને વીજપોલથી ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ શ્રમિક માની રહ્યો નહોતો.

આ દરમિયાન અમરેલી આરટીઓ અધિકારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે સમયસચૂકતા વાપરીને પીજીવીસીએલને ફોન કરીને આ લાઈનમાં પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો. જેના પગલે આ શ્રમિકનો જીવ બચ્યો હતો. તે બાદ તેને નીચે ઉચારવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button