આપણું ગુજરાત

વર્લ્ડ ટુરિઝમ ડેઃ ગુજરાતમાં આઠ મહિનામાં આટલા વિદેશી મહેમાન આવ્યા


આવતી કાલે એટલે કે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ છે. ગુજરાત દેશનું સૌથી મહત્વનું પ્રવાસન મથક છે. હાલના વડા પ્રધાન અને તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને ધમધમતું કરવા ઘણી જહેમત ઉઠાવી છે. ગુજરાતમાં ડોમેસ્ટિકની સાથે ફોરેન ટુરિસ્ટ પણ મોટા પ્રમાણમાં આવે છે ત્યારે વર્ષ 2023ના પ્રથમ આઠ મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું અને આ આંકડો ડિસેમ્બર-2023 સુધીમાં 20 લાખ સુધી પહોંચવાનો અંદાજ સત્તાવાર સૂત્રોએ મુક્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોરોના પછી ગુજરાત તરફ વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. વર્ષ 2022માં સાડા ત્રણ લાખથી વધુ વિદેશી સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો હતો તેમ જ સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણ બની ગયા હતા. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓનો આંકડો જોયો હતો. તે પછી 2022માં સંખ્યા વધીને 17.17 લાખ થઇ હતી.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ 2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, પરંતુ વર્ષ 2023માં 8 મહિનામાં 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ 2022માં 17.17 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ 2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કિ વર્ષ 2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી કે જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.17 લાખથી વધુ હતી. એટલે કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં આજે 27મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે ત્યારે
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅકિંગ માટે આતિથ્યમ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે અને આ માહિતી એ પોર્ટલ પરથી મળી છે.
વર્તમાન વર્ષે ઓગષ્ટ સુધીમાં અમદાવાદ (હેરિટેજ સિટી)ની 3,53,000, સાબરમતી રિવરફ્રન્ટની 1,07,969, અંબાજી મંદિરની 77,225, સોમનાથ મંદિરની 73,121, દ્વારકા મંદિરની 62,915, કાંકરીયા લેકફ્રન્ટની 48,656, સુરત શહેરની 46,656, પાવાગઢ મંદિરની 39,971, સ્ટૅચ્યુ ઑફ યુનિટીની 25,291 અને ગાંધી આશ્રમની 13,800 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button