વિશ્વપ્રસિધ્ધ તરણેતરના મેળાને મળી મંજૂરી, આ તારીખથી શરૂ થશે મેળો
સુરેન્દ્રનગર: છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી આફતભરી પરિસ્થિતિમાં આયોજિત થયેલા અનેક જન્માષ્ટમીના મેળાઓ રદ્દ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન જ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો હતો પરંતુ હવે આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી યોજાવાનો છે.
વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી 6 તારીખથી 9 સુધી યોજાવાનો હોય જેના અનુસંધાને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા એક બેઠળ મળી હતી અને જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેની જાણ જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી. જો કે આજે સાંસદ, ધારાસભ્ય, પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેક્ટર કે. સી. સંપટની ઉપસ્થિતિમાં મેળાના આયોજનને લઈને એક બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને આગામી ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે. મેળાને મંજૂરી મળતા મેળાની કામગીરી આજે 31મી ઑગસ્ટથી શરુ કરી દેવાશે.