દૂધની બોટલ લઈ દારૂબંધી દૂર કરવાની ચેષ્ટાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ
ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં છૂટ આપવા મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ ત્રિકોણ બાગ ખાતે દૂધની બોટલો દર્શાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હજારો કુપોષિત બાળકો છે તેને દૂધ આપો ના નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે જ સરકાર દ્વારા જે ડાઇન અને વાઈન મામલેટ છૂટછાટ આપવામાં આવી છે તે બુટલેગરોના ઘર ભરવાનું સરકારનું કૃત્ય હોવાનું જણાવ્યું છે. તેમજ સરકારના નિર્ણયથી ક્રાઈમ રેટમાં પણ વધારો થશે તે પ્રકાર નોંધાવો મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી મુક્તિની ચેષ્ટા કરવી સરકાર માટે યોગ્ય નથી ભૂતકાળમાં પણ ધંધા રોજગાર માટે લોકો ગુજરાતમાં આવતા હતા અને પોતાનો ધંધો કરતા કરતા હતા તો અત્યારે સરકારને એવા કયા ધંધા માટે આલ્કોહોલ નો સહારો લેવો પડ્યો અત્યારે ગુજરાતમાં નાની બાળકીથી માંડી અને વૃદ્ધા સુધી કોઈ સુરક્ષિત નથી તેવા સંજોગોમાં દારૂની છૂટ મળતા ગુનાઓનું પ્રમાણ વધશે.
સાથે સાથે રાજકોટ ખાતે ચુનારાવાડમાં ખુલ્લેઆમ દેશી દારૂનું એક મહિલા દ્વારા વેચાણ થઈ રહ્યું છે. તેનો વિડીયો પણ વાયરલ થયો છે. લોકો મજાકમાં કહી રહ્યા છે કે અમારા રાજકોટમાં ઠેર ઠેર ગિફ્ટ સિટી પહેલેથી જ છે.