આપણું ગુજરાત

ક્ષત્રિય સમાજના મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોંચ્યા

રાજકોટ: ક્ષત્રિય આંદોલનની એક રણનીતિ પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

રણનીતિ પ્રમાણે શરૂઆતમાં 100 મહિલાઓ આજરોજ ફોર્મ લેશે.

પરસોતમ રૂપાલા સામે ઉમેદવાર તરીકે ક્ષત્રિય સમાજ 100 મહિલાઓને મેદાનમાં ઉતારશે.

બહેનોએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહના જણાવ્યા મુજબ તેઓએ કહ્યું હતું કે મારી બહેનોને જ્યારે તકલીફ પડશે અને એક પત્ર લખશે તો હું તેનો નિવારણ કરી દઈશ અમે પત્રો પણ લખ્યા છે છતાં હાલજે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું નિરાકરણ થયું નથી અમારે ભારતીય જનતા પક્ષ કે વડાપ્રધાન સામે કોઈ વાંધો નથી માત્ર ઉમેદવાર બદલવાની અમારી માંગણી છે. જો આ સંદર્ભે હજુ પણ પગલાં નહીં લેવાય તો અમે ફોર્મ ભરી અને આગળની રણનીતિ પ્રમાણે આગળ વધીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button