આ વર્ષે Gujarat Police માં આપઘાતની ઘટનાઓ; ચાર મહિલા કોન્સ્ટેબલે ટૂંકાવ્યું જીવન!
અમદાવાદ: તાજેતરમાં જ સંસદમાં સેનાના જવાનોના આપઘાતના આંકડાઓ વિશે ચર્ચા થઈ હતી. પરંતુ આ વર્ષની અંદર ગુજરાત પોલીસમાં પણ અનેક આપઘાતના બનાવો બન્યા હતા. ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન 10 જેટલા પોલીસ કોન્સ્ટેબલોએ આપઘાત કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : Rajkot માંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો, લોકોને ધમકાવી પડાવતો હતો રૂપિયા
એરપોર્ટ પોલીસ સ્ટેશન
આ વર્ષે જાન્યુઆરી માસમાં અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી આરતીબેને આપઘાત કર્યો છે. એસઆરપી-2 ક્વાટર્સમાં તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તે સમયે મહિલા પોલીસકર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પાલડી પોલીસ સ્ટેશન
આ વર્ષે 29 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં મળી આવેલી સ્યુસાઇડ નોટમાં મિત્રના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં વાસણા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
સિંગણપોર પોલીસ સ્ટેશન
માર્ચ મહિનામાં સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસ દરમિયાન સુસાઇડ સમયે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ પત્રમાં તેણીએ પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો નહોતો.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર
આ વર્ષે 3 મેના રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. તેમણે બપોરના સમયે તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થયાના મામલે આત્મહત્યા કરી લેવાનું ખૂલ્યું હતું.
અમદાવાદ પોલીસ હેડકવાર્ટર
અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતેન્દ્ર વાજાએ પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જો કે તેનઇ તપાસ દરમિયાન પોલીસકર્મી પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નહોતી.
આ પણ વાંચો : DGP વિકાસ સહાય એક્શન મોડમાં, વહીવટદારોની સંપત્તિ તપાસનો આપ્યો આદેશ
અરવલ્લી પોલીસ હેડકવાર્ટર
આ વર્ષે નવેમ્બર માસમાં અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ હેડ કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રીટાબેન નામની મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. આપઘાતના સ્થળેથી પોલીસને ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નહોતી.