અનૈતિક સબંધોની શંકાએ મહિલાને ઢોરમાર માર્યો; વાળ પણ કાપી નાખ્યા!
તાપી જિલ્લામાં સોનગઢ તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્ય સાથે મારામારીની ઘટના બની છે. પ્રેમ સબંધને લઈને તાલુકા પંચાયતની કોંગ્રેસની મહિલા સભ્યને હોકી સ્ટિકથી માર મારવામાં આવ્યો હતો. મહિલા સભ્ય પર પ્રેમ સબંધોનો આરોપ મૂકીને તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લામાં સોનગઢ તાલુકા પંચાયતની ઉર્મિલા ગામીત પર શનિવારે સાંજે એક મહિલા અને ત્રણ શખ્સોએ હોકી સ્ટિક વડે હુમલો કરી માર માર્યો હતો. આ ઘટનામાં મહિલાના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા. મહિલા પર અનૈતિક પ્રેમ સબંધનો આરોપ મૂકીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Tourism: ધોળાવીરામાં ટેન્ટ સિટી બનીને તૈયાર: હડપ્પન થીમ પર બની છે બોલિવૂડ જેવી ટેન્ટ સિટી!
ફરિયાદના આધારે પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા પોતાની દીકરી સાથે એકટીવા મોપેડ પર જતા હતા ત્યારે આરોપી શોભનાબેન અને તેમના દીકરા સાથે અન્ય બે સ્ત્રીઓ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “તું મારા પતિ સાથે કેમ સંબંધ રાખે છે” એમ કહી ગાળો આપી. ત્યારબાદ મારામારી કરી હતી, જેમાં મહિલાને ઇજાઓ પહોંચી હતી. આરોપી શોભનાબેને ભોગ બનનાર મહિલાના માથાના વાળ કાપીને સોનાના પેન્ડલ ઝૂંટવી લીધા હોવાનો ફરિયાદી મહિલાએ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.