અમદાવાદમાં કોંગો ફીવરથી મહિલાનું મોત: સરકારે આપ્યા ઝડપી કાર્યવાહીના આદેશ

અમદાવાદઃ શહેરમાં રાજસ્થાનની મહિલાનું કોંગો ફીવર (Congo Fever)થી મોત થયુ છે. જોધપુરમાં રહેતી 51 વર્ષીય મહિલાનું મોત થતાં ખળભળાટ મચી ગયો છે. કોંગો ફીવરથી મોતની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તેના નિવારણ અને તેનાથી બચાવ માટે રાજ્યભરમાં દિશા-નિર્દેશો જાહેર કરી દીધા હતા. વહીવટીતંત્રએ અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે,
રાજસ્થાનની મહિલાનું અમદાવાદમાં મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજસ્થાનના જોધપુરની રહેવાસી 51 વર્ષીય મહિલાને અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ મહિલા કોંગો ફીવરથી પીડિત હતી. પૂણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કેસની પુષ્ટિ થઈ છે. બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
| Also Read: Ahmedabadમાં ચાલુ ગરબાએ ફાયરિંગ, સુરક્ષા સામે મોટો પશ્ન
અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ મોકલાઈ
પબ્લિક હેલ્થ ડાયરેક્ટરએ જોધપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરને અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ મોકલીને નિવારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે શંકાસ્પદ અને લક્ષણોવાળા દર્દીઓને ઓળખીને તેમને આઈસોલેશનમાં રાખવા નિર્દેશ અપાયાનું જણાવ્યુ છે.
કોંગો તાવ કેવી રીતે ફેલાય છે?
કોંગો તાવ એક જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. કોંગો તાવનું આખું નામ રિમિયન કોંગો હેમરેજિક ફીવર (CCFF) છે. કોંગો તાવ એ ઝૂનોટિક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે ટિક બાઈટ એટલે કે જીવજંતુઓના કરડવાથી ફેલાય છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના પશુપાલન વિભાગને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે જેથી કરીને પશુઓ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતાને અટકાવી શકાય.
| Also Read: રાપરના આડેસરમાં ગરબી જોઈ મોડી રાત્રે ઘરે જઈ રહેલી દલિત યુવતી પર બળાત્કારથી ચકચાર…
કયા લક્ષણ દેખાય તો એલર્ટ થઇ જવું?
આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે. કેટલાક દર્દીઓને સૂર્ય પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા આવી જાય છે. સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે. મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.