Bhavnagar માં બંધ ઘરમાંથી મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

ભાવનગર: ગુજરાતમાં ભાવનગરના(Bhavnagar)ઘોઘામાં એક મહિલા તબીબનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ મહિલા તબીબના ઘરમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી દીધી છે. શીતલ પટેલ નામની મહિલા તબીબની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો
આ મૃતક મહિલા ઘોઘાના સોનીવાડામાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા તબીબનું એક મકાન ભાવનગરના અકવાડા વિસ્તારમાં છે. મહિલાની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી છે. જેથી આ હત્યા છે કે આત્મહત્યા તે એક મોટું રહસ્ય છે. ઘોઘા પોલીસે અત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી દીધી છે.
Also Read – ચાર કંધેતર પણ ન મળ્યા આ અભાગ્યા જીવોનેઃ પુણેમાં 11 મહિનામાં 236 લાવારિસ મૃતદેહ
મૂળ દમણની ડો. શીતલ પટેલ સીએચસીમાં કોન્ટ્રાક્ટ પર હતી
ઘોઘા પોલીસ સ્ટેશનની એક ટીમે શીતલ પટેલની અત્યંત સડી ગયેલી લાશ શોધી કાઢી હતી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ દમણની ડો. શીતલ પટેલ સીએચસીમાં કોન્ટ્રાક્ટ પર ડોક્ટર તરીકે કામ કરતી હતી. જોકે, તેનો કોન્ટ્રાક્ટ લગભગ 7-8 મહિના પહેલા સમાપ્ત થયો હતો.