ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે મોતને વ્હાલું કરતા ચકચાર
રાજ્યના પોલીસ બેડામાં મહિલા પોલીસકર્મીઓની વધતી આત્મહત્યાઓ ચિંતાનો વિષય બન્યો છે, અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે મોતને વ્હાલું કર્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભીએ સરકારી હોસ્પિટલ પાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.
આ ગોઝારી ઘટનાના પગલે ધ્રાંગધ્રા Dysp જે.ડી.પુરોહિત સહિત ધ્રાંગધ્રા તાલુકા અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકનો કાફલો તાકીદે બનાવના સ્થળે દોડી ગયો હતો. જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ જવા પામ્યા હતા. બાદમાં રિટાબેનના મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ રિટાબેનનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભી પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) દ્વારા કોઈ અગમ્યત્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા આ કેસની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે સરકારી હોસ્પિટલ પાસે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલા કોન્સ્ટેબલ રિટાબેનનું મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. ત્યારે પોલીસ વુમને ગળેફાસો ખાઈ લેતા ડેડ બોડીને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે મોકલવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભી પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) દ્વારા કોઈ અગમ્યત્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા આ કેસની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મહિલા કોન્સ્ટેબલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટ પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ લલિતા પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.