ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી ઠંડીનું જોરઃ પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો મોડો બેઠો હતો અને લગભગ 15 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો શરૂ થયો. જોકે તાપામાન ઉપરનીચે થતું રહે છે, પરંતુ જાન્યુઆરીના 15 દિવસ સતત ઠંડી રહ્યા બાદ 16મી જાન્યુઆરીથી ઠંડીએ થોડો વિરામ લીધો હતો, ત્યારે હવે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થાય છે. અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડો પવન ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ફરીથી બરફ વર્ષા થવાના કારણે બર્ફિલા પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા શિયાળો ફરી દસ્તક દઈ રહ્યો છે. રાજ્યમાં ગતરોજ નલિયમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટતાં પારો 7 ડિગ્રી નજીક પહોંચ્યો હતો. આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.નલિયામાં ફરી ઠંડુગારરાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે.
શુક્રવારે રાજ્યમાં 7 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં તાપમાન ઘટીને 7 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું હતું. આ ઉપરાંત રાજકોટ 11 ડિગ્રી, કેશોદ 12 ડિગ્રી, ગાંધીનગર, ભુજ, કંડલામાં 13-13 ડિગ્રી, ડીસા 14 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15 ડિગ્રી, અમદાવાદ અને વડોદરા 16 ડિગ્રી, સુરત 17 ડિગ્રી, અમરેલી 15 ડિગ્રી, ભાવનગર 16 ડિગ્રી, દ્વારકા 16 ડિગ્રી, ઓખા 20 ડિગ્રી, પોરબંદર 14.3 ડિગ્રી, વેરાવળ 17 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી, મહુવા 15 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે.શું છે હવામાન વિભાગની આગાહીગુજરાતમાં થોડા દિવસ ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી ઠંડી ઊચકાઈ છે.
Also read:Gujarat Weather: આજથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે બે ઋતુ હોવાને લીધે બીમારીની શક્યતાઓ પણ વધી જાય છે. આ સાથે પ્રદુષણને લીધે પણ વાતાવરણ વધારે ટોક્સિક બની ગયું છે. આથી લોકો માસ્ક પહેરે તે જરૂરી છે. આ સાથે કસરત કરતા કે માત્ર શિયાળામાં જ દોડવા જતા લોકોએ, ખાણીપીણીમાં ધ્યાન ન આપતા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે, તેમ નિષ્ણાતો જણાવે છે.