શામળાજી મંદિરના દર્શનમાં થયો ફેરફાર, સાંજે વહેલું બંધ થશે મંદિર…
અરવલ્લીઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ગબડ્યો છે. ઠંડીને લઈ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠંડીની મોસમને પગલે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થશે. મંદિર રાત્રે ૮.૩૦ વાગ્યાને બદલે ૮ વાગ્યે બંધ થશે. શનિવારથી જ મંદિરના દર્શનમાં આ ફેરફાર થશે, એમ ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat માં ઠંડીનું પ્રમાણ વધ્યું, નલિયામાં પ્રથમવાર 13 ડિગ્રી તાપમાન નોંધાયું
સવારે કેટલા વાગ્યે થશે દર્શન?
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ મુજબ મંદિર સવારે 6 કલાકે ખુલશે. 6.45 કલાકે મંગળા આરતી. 9.15 કલાકે શણગાર આરતી, સવારે 11.30 કલાકે મંદિર બંધ થશે (રાજભોગ ધરવામાં આવશે). બપોરે 12.15 કલાકે મંદિર ખુલશે (રાજભોગ આતી), 12.30 કલાકે મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે). બપોરે 2.15 કલાકે ઉત્પાદન(મંદિર ખુલશે), સંધ્યા આરતી સાંજે 6.00 કલાકે શયન આરતી રાત્રે 7.45 કલાકે અને મંદિર મંગલ (બંધ) રાત્રે 8.00 કલાકે થશે.
આ પણ વાંચો : સરકારનો મોટો નિર્ણયઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી
ગુજરાતમાં વધી રહી છે ઠંડી
ગુજરાતમાં હવે સવાર અને રાત્રીનું તાપમાન ઘટી રહ્યું છે. જેથી સવારે અને રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તાજેતરમાં રાજયમાં ઠંડી વધવાની આગાહી કરી હતી. જે મુજબ હવે તાપમાનનો પારો ગબડવા લાગ્યો છે.
ત્યારે ગઈકાલે ચાલુ શિયાળુ સિઝનમાં સૌપ્રથમવાર નલિયા સહિત અનેક સ્થળોએ સવારમા બે થી ત્રણ ડિગ્રી તાપમાન ગગડતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાની છે. આગામી બે દિવસમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકશે. જેના કારણે કડકડતી ઠંડી પડવાના અણસાર છે.