અરબ સાગરમાં 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને હવામાનની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે.
Monsoon Update 2024 : ભારતમાં આ રીતે થાય છે ચોમાસાનો પ્રવેશ…..જાણો ભારતીય ચોમાસાની પ્રણાલી
રાજ્યના કોઈ પણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે, અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ સર્જાવાને કારણે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેને કારણે ગુજરાતનું તાપમાન ધીમેધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
ભારતીય નેવીનું સફળ ઓપરેશન, અરબ સાગરમાં ચાંચિયાઓના કબજામાંથી ઈરાનના જહાજને છોડાવ્યું
આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.