આપણું ગુજરાત
ગુજરાતમાં ઉત્તરાયણ પર પવન સારો રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં બે દિવસથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્ય હવામાન વિભાગે રવિવારે એટલે કે, ઉત્તરાયણમાં પતંગ રસિકોને પવનની ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તરાયણ પર ગુજરાતમાં ૧૫ થી ૨૦ કિમી પવનની ગતિ રહેવાની આગાહી કરી છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વીય તરફથી પવનની ગતિ રહેશે. તેમ જ વાસી ઉત્તરાયણના દિવસે ૧૫મી જાન્યુઆરીએ પણ પવનની ગતિ સારી રહેશે. આ શિયાળામાં પહેલી વાર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં લઘુતમ તાપમાન ૫ ડિગ્રીથી નીચે જઈ શકે છે.
ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ૬ થી ૧૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાયણમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે અને ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે, જેથી કરીને પતંગ રસિયાઓને ચિંતા કર્યા વગર આ તહેવારની મજા માણવા મળશે.
Taboola Feed