આપણું ગુજરાત

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદઃ આગામી અઠવાડિયે ઉત્તરાયણની (Uttarayan 2025) ઉજવણી કરવામાં આવશે અને તે દરમિયાન હવામાન કેવું રહે છે તેના પર પતંગ રસિયાઓની નજર છે. એક તરફ રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી હતી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા આજથી 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, એટલે કે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ સાથે જ ઠંડીના જોરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

એકે દાસે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે અને લઘુત્તમ તાપમાન આગામી 24 કલાકમાં 2-3 ડિગ્રી ઊંચું જવાની શક્યતાઓ છે પરંતુ તે પછી લઘુત્તમ તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ઉત્તરાયણ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. હાલ પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની છે.

આ પણ વાંચો : ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વપરાશ અંગે ગુજરાત હાઈ કોર્ટનો લેટેસ્ટ આદેશ જાણો?

નલિયામાં સૌથી નીચું તાપમાન

રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે, જે 11.4 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસાપાસ રહેવાની સંભાવનાઓ છે.

પવનની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાક

દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પાસે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન છે અને પવનની દિશા પૂર્વથી દક્ષિણ પૂર્વની છે જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. જોકે, આ પછી ફરી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. 14-15 તારીખ દરમિયાન પવનની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હાલની સંભાવનાઓ પ્રમાણે પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની રહી શકે છે. જોકે, 13 તારીખે આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button