આપણું ગુજરાતઆમચી મુંબઈ
ગુજરાતથી મુંબઈ જતા મુસાફરો ટિકિટ બુક કરતા પહેલા આ વાંચી લો

અમદાવાદઃ ગુજરાતથી મુંબઈ હજારો પ્રવાસીઓ આવન-જાવન કરે છે આથી બન્ને રાજ્યો વચ્ચે ચાલતી ટ્રેનો મોટેભાગે ફુલ હોય છે. તમે પણ જો વેકેશનમાં આ ટ્રેનોનો ઉપયોગ કરવા માગતા હો તો પહેલા આ સમાચાર વાંચી લેજો. પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો ની વચ્ચે વીસમાં નંબરના બ્રિજના સાઉથ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 11/12 એપ્રિલ, 2025 અને 12/13 એપ્રિલ, 2025 ની મધ્યરાત્રિએ મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. તેની યાદી તમે પણ નોંધી લો.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેને મળશે વધુ એક ‘ટર્મિનસ’, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:-
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 12902 અમદાવાદ–દાદર ગુજરાત મેલ પાલઘર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 11 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 12 એપ્રિલ 2025 ની ટ્રેન સંખ્યા 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:-
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશેડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો :-
- 12 એપ્રિલ 2025 ની ટ્રેન સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ને એક કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:40 વાગ્યે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ને 15 મિનિટ માટે રિશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ થી 06:15 વાગ્યે ઉપડશે.
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ને 03:20 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 09:00 વાગ્યે ઉપડશે.
- 13 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ને 02:50 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 08:50 કલાકે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 14707 લાલગઢ-દાદર રાણકપુર એક્સપ્રેસ ને 01.30 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે અને આ ટ્રેન લાલગઢથી 09.25 કલાકે ઉપડશે.
- 12 એપ્રિલ, 2025 ની ટ્રેન સંખ્યા 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 01:30 કલાક રેગ્યુલેટ (મોડી) થશે.