આપણું ગુજરાત

ગુજરાતમાં ભાજપની બાકી રહેતી 11 લોકસભા બેઠક માટે મહિલાઓ પર કળશ ઢોળાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક માટે ગત સપ્તાહે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. બાકી રહેતી 11 બેઠકોના નામોને લઈને હવે છેલ્લી ઘડીની ખેંચતાણ શરૂ થઈ છે. આ બાકી નામોની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે. દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ નામો ઉપર અગાઉ ચર્ચા થઈ ચૂકી છે. આથી ગમે તે ઘડીએ નામોની જાહેરાત થઈ શકે છે.
બાકી રહેતી બેઠકો પર હાલ જે મહિલાઓ છે એ મહિલા ઉમેદવારોને આ વખતે ટિકિટ ન મળે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. જેમાં મહેસાણાના શારદાબેન પટેલ, ભાવનગરના ભારતીબેન શિયાળ, વડોદરાના રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા, સુરતના દર્શનાબેન જરદોશના નામો કપાય તેવા સંકેત મળી રહ્યા છે. તેમની જગ્યાએ કોઈ નવા જ નામો આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જો કે, બાકી રહેતી 11 બેઠકોમાં પ્રથમ વખત ચૂંટણી લડી હોય એવી ચાર બેઠકો છે. મહેસાણા, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર તેના ઉમેદવારોએ પ્રથમ વખત જ ચૂંટણી લડી છે. જ્યારે બીજી વખત ચૂંટણી લડી હોય તેવી બેઠકોમાં સાબરકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે. ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા સભ્યોની યાદીમાં વલસાડ અને અમરેલીની બેઠક આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે કે ત્રણ ટર્મમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ રહ્યું નથી. 18મી લોકસભા બાદ દેશમાં જનપ્રતિનિધિત્વ માટે 33 ટકા મહિલા અનામત અમલ આવી શકે છે. 26 બેઠકમાંથી છ મહિલાઓને ટિકિટ આપવી પડશે ગત વખતે આ ટકાવારી 23 ટકાની આસપાસ રહી હતી. લાંબા સમયથી મહિલાનું નેતૃત્વ ન હોય તેવી બેઠકોની યાદીમાં અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને વલસાડની બેઠકનો સમાવેશ થાય છે. આથી આ બેઠક પર મહિલાઓના નામોની જાહેરાત થઈ શકે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…