માલધારીઓ અને તંત્ર ફરી આમને સામને આવશે?

આજરોજ રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી સંદર્ભે અગાઉ હાઇકોર્ટ ની સૂચના અનુસાર પાડેલા પશુઓને પાળેલા પશુઓને રજીસ્ટ્રેશન કરાવી અને વાડામાં સુરક્ષિત રીતે બાંધી રાખવા માલધારીઓને સૂચના આપવામાં આવી હતી અને તમામ પશુઓનું રજીસ્ટ્રેશન કોર્પોરેશનમાં કરાવવું જેથી કરી અને ક્યારેક પણ રસ્તા પર છૂટી પડી જાય તો યોગ્ય દંડ આપી અને યોગ્ય માલિકને પરત કરી શકાય બે મહિનાની મુદત પછી કોર્પોરેશનને આજે જાહેર કર્યું હતું કે હવે પછી જે કોઈ ઢોર પકડાશે તેને છોડવામાં આવશે નહીં તેની સામે માલધારી સમાજ ના કેટલાક પશુપાલકોએ રજીસ્ટ્રેશન ની તારીખ લંબાવવા માટે તથા અન્ય માગણીઓ સાથે એક આવેદનપત્ર કોર્પોરેશનના અધિકારીને આપ્યું હતું અને રજૂઆતો કરી હતી કે
1, જ્યાં સુધી જગ્યા નહિ આપો ત્યાં સુધી ફક્ત રસ્તાઓ પર આવતી ગાયો ને પકડે , ઘર પાસે બાંધેલી નહિ,
2, જેમની પાસે જગ્યા છે વાડા છે , વર્ષો થી લાઈટ બિલ વેરા બિલ ભરે છે તેમને તે જગ્યા મા ગાયો રાખવાની પરવાનગી આપે , હા ગાયો અંદર બાંધેલી રાખવાની શરતે,ટાઇટલ કલીયર જગ્યા નો આગ્રહ ન કરે
3, જલ્દીથી જગ્યા ની ફાળવણી કરવામાં આવે જેથી લઈ જઈ શકાય ઘર્ષણ અટકાવી શકાય,
4, પકડાયેલ ગાયો ને ગૌશાળાઓ ને ન આપે સાચવી રાખે, જગ્યા આપી દે પછી તેના પાલકો ને જ પરત આપી દે, જેથી ગાયો નો મરણ દર ઘટશે.
5, પકડાયેલ ગાયો જેમને સોંપી છે, તેમની પાસે તમામ નો હિસાબ માંગવામાં આવે કે તેનું શું થયું? જો જીવિત હોઈ તો જગ્યા મડી ગયા પછી તેમના પાલક ને તે પરત કરવામાં આવે, લાયસન્સ ના નામેં પૈસા માંગીને માલધારીઓ ને લૂંટવાનું બંધ કરો
માંગ લઈને મોટી સંખ્યામાં કાનાભાઈ આહીર ની આગેવાની રજુઆત કરવામાં આવી હતી.
રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતો થતા રહેતા હતા ઉપરાંત મોટી ઉંમરના વડીલો ને હડફેટે ચડાવી અને ઘણા કિસ્સાઓમાં મૃત્યુ નિપજાવ્યા ના પણ દાખલા સામે આવ્યા હતા.આથી હાઇકોર્ટે તમામ સત્તાધીશો તથા તંત્રને કડક શબ્દોમાં રખડતા ઢોર પકડવા માટે તથા યોગ્ય દંડ અને ઢોર પકડ કર્મચારીઓ પર થતા હુમલા સંદર્ભે હુમલાખોરો ઉપર કડક હાથે પગલા લેવા માટે તાકીદ કરી હતી બે મહિનાની મુદત રજીસ્ટ્રેશન માટે આપેલી હતી જે પૂરી થઈ છે જોઈએ આગળ તંત્ર જુકે છે કે માલધારીઓ.



