વરસાદ ક્યારે આવશે? પીવાના પાણી માટે ફાંફાં મારે છે ગુજરાતના આ જિલ્લા

અમદાવાદઃ ગુજરાતમાં એક તો ધોમધખતો તાપ અને કાળઝાળ ગરમી અને અને બીજી બાજુ રાજ્યના સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં પીવાના પાણીની લોકોને ભારે હાલાકી પડી રહી છે. (Water crisis in Surendranagar) સુરેન્દ્ર જિલ્લાના ચોટીલા તાલુકામાં કેટલાક પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામમા બે-ત્રણ દિવસે ટેન્કર આવતુ હોવાની ફરીયાદ ઉઠી છે. જ્યારે વલસાડમાં પાણીના મુદ્દે મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. ત્યારેદર વર્ષે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોને પ્રશાસન પાસેથી ખાસ અપેક્ષા નથી, પરંતુ તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી ગરમી ને પાણીની તંગીથી છુટકારો મળી શકે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા (Chotila news) તાલુકાના દેવસર ગામમાં કેટલાક દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. જીલ્લાના ગામમા બે-ત્રણ દિવસે ટેન્કર આવતું હોવાની ફરીયાદો થઈ રહી છે. ગામ લોકોએ સ્થાનિક અધિકારીઓ અને નેતાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પીવાનું પૂરૂં પાણી મળતું ન હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. બે-ત્રણ દિવસે એક ટેન્કર આવતું હોવાથી પાણી ભરવા માટે પડાપડી થઈ રહી છે. આ અંગે ભાજપના ચોટીલાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ચોટીલા વિધાનસભા વિસ્તારમા 30થી 35 ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. જ્યા ટેન્કરથી પાણી આપવામા આવે છે ત્યા વધુ ટેન્કરની માગણી થઈ રહી છે. જયારે વલસાડ જીલ્લામાં પણ પાણીના મુદ્દે મહિલાઓએ સરપંચ સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યાની ઘટના બની છે. જીલ્લાના અતુલ ગામ ખાતે પીવાના પાણીના મુદ્દે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવી રેલી કઢી સરપંચના ઘરે પાસે પહોંચી પાણીની માંગ કરી સરપંચની હાજરીમાં માટલા ફોડ્યા હતા. ગામના અમુક વિસ્તારોમાં પીવાનુ ગંદુ પાણી આવવાની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.