પત્નીની માનસિક બીમારી માટે માતાને ડાકણ કહી મારવા આવ્યો દીકરોઃ ખરો બીમાર કોણ?

વિજયનરઃ માનસિક બીમારી હોવાના ઘણા બધા લક્ષણો હોય છે. જે તબીબી લક્ષણો હોય છે તે ઉપરાંત પણ માણસ માનસિક રીતે બીમાર છે તે સમજી શકાય. આ બીમારી માનસિકતાની પણ હોય છે. સાબરકાંઠામાં એક દીકરો પત્નીની માનસિક બીમારી માટે ડોકટરો પાસે જવાને બદલે ભુવાઓ પાસે જાય છે અને પછી પોતાની જનેતાને ડાકણ કહી મારી નાખવાની કોશિશ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે ખરી સારવારની જરૂર કોને છે.
સાબરકાંઠાના વિજયવાડામાં એક 35 વર્ષીય દીકરો નટવર પોતાની 71 વર્ષીય મા શાંતાબેનને મારવા આવ્યો હતો. નટવર અને તેની પત્ની અલગ રહે છે, પરંતુ નટવરની પત્ની માનસિક રીતે બીમાર છે. માતાને લીધે પત્ની બીમારીમાંથી બહાર નીકળી શકતી નથી તેવું માની લઈ વિજય ખંજર લઈ માતાને ઘેર પહોંચી ગયો હતો અને તેની સાથે ઝગડો કરી તેના પર વાર કરવા લાગ્યો હતો. પિતા અને બહેન આશા દોડી આવ્યા હતા અને આશાએ જ્યારે માતાને બચાવવાની કોશિશ કરી ત્યારે ભાઈ નટવરે બહેન આશાની એક આંગળી કાપી નાખી હતી. પરિવારે રાડારાડી કરતા ગામલોકો આવ્યા હતા અને નટવરને પકડી પોલીસને હવાલે કર્યો હતો.
નટવરના પિતાએ જણાવ્યું હતું કે વહુને માનસિક બીમારી છે અને તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે નટવર ભુવાભરાડા પાસે લઈ જાય છે. ભુવો રાત્રે તેના ઘરે કોઈ વિધિ કરવા પણ આવ્યો હતો. વિજયનગર પોલીસે હાલમાં હત્યાની કોશિશની કલમ લગાવી તપાસ હાથ ધરી છે.
Also Read –