ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન શા માટે ગુલાબી રંગના બોર્ડ લહેરાયા?
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી લોકો ખુશ છે, ત્યારે સ્ટેડિયમમાં હાજર ઘણા ગુલાબી પોસ્ટરો પણ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર લોકો સતત સવાલ કરી રહ્યા છે કે આ ગુલાબી રંગ સાથે ભારત પાકિસ્તાન મેચનું શું કનેક્શન છે. તો આવો, તમારી મુંઝવણનું નિરાકરણ લાવી જ દઇએ. અમે તમને જણાવીએ તેની પાછળનું ખાસ કારણ.
વાત એમ છે કે ગઇ કાલની ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન એક લાખથી વધુ લોકોથી ભરેલું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં બે રંગોથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. પહેલો રંગ વાદળી હતો. એ તો જાણે સમજ્યા કે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો રંગ વાદળી છે. બીજો રંગ ગુલાબી હતો જે દરેક જગ્યાએ દેખાતો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો હતો કે આ ગુલાબી રંગનો આ મેચ કે વર્લ્ડ કપ સાથે શું સંબંધ છે. તમને જણાવી દઈએ કે, આ વખતે ICCએ વર્લ્ડ કપના લોગોમાં ગુલાબી રંગનો ઉપયોગ કર્યો છે. આ જ કારણ છે કે ટીવી પર ચાલતા અમ્પાયર, સ્ટમ્પ અને સ્કોર બોર્ડનો રંગ પણ ગુલાબી છે.અલગ-અલગ લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવરસમાં ગુલાબી રંગનું વિશેષ મહત્વ હોય છે. એટલા માટે આ વખતે વર્લ્ડ કપ 2023માં તમને દરેક જગ્યાએ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ICC દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં આ વાતને વધુ સારી રીતે સમજાવવામાં આવી છે. વીડિયોમાં તમને ભારતીય સંસ્કૃતિ અને તહેવારો સાથે સંબંધિત દરેક એંગલ જોવા મળશે.
આશા છે કે હવે તમે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગુલાબી રંગના બોર્ડ લહેરાવાનું કારણ સમજી જ ગયા હશો.