આપણું ગુજરાતનેશનલ

સુપ્રીમ કોર્ટે એવું કેમ કહ્યું કે શું આ કેસમાં ગુનેગારો માફીને પાત્ર છે?

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ગુરુવારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ ગેંગ રેપ કેસમાં 11 દોષિતોની અચાનક મુક્તિ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે બિલ્કિસ બાનુના કેસમાં દોષિતોની આમ અચાનક છોડી મૂકાતા આ બાબત અંગે સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે આ દોષિતો માફીને પાત્ર કેવી રીતે બન્યા.

ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે મુક્ત કરાયેલા 11 દોષિતોને 2002ના ગુજરાત રમખાણો દરમિયાન હત્યાના 14 કેસ અને 3 ગેંગ રેપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે સજામાં માફીના ખ્યાલની વિરુદ્ધ નથી, કારણ કે કાયદામાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ તે પણ સ્પષ્ટ થવું જરૂરી છે કે આ ગુનેગારો કેવી રીતે માફીને પાત્ર બન્યા અને કેટલાક ગુનેગારોને વિશેષાધિકાર કેવી રીતે આપી શકાય?

સુપ્રીમ કોર્ટે ગુજરાતને બિલ્કિસ બાનુ કેસમાં દોષિતોની સજામાં ફેરફાર સાથે સંબંધિત મૂળ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધીમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 20 સપ્ટેમ્બરે આ મામલાની સુનાવણી કરતા ખંડપીઠે 11 દોષિતો માટે હાજર રહેલા વકીલને પૂછ્યું હતું કે શું સજામાં ઘટાડો કરવાની માંગ કરવી એ મૂળભૂત અધિકાર છે? શું અરજી કલમ 32 હેઠળ જે નાગરિકોને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર આપે છે તો આ દોષીઓ તેના દાયરામાં આવે છે?

જો કે દોષિતો તરફથી હાજર રહેલા વકીલે સ્વીકાર્યું હતું કે સજાના સમયગાળામાં ઘટાડો કરવાની વિનંતી કરવી એ દોષિતોનો મૂળભૂત અધિકાર નથી. નોંધનીય છે કે કોમી રમખાણો દરમિયાન જ્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો ત્યારે બિલ્કિસ બાનુ 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. રમખાણો દરમિયાન માર્યા ગયેલા પરિવારના સાત સભ્યોમાં તેમની ત્રણ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button