અબ કી બાર 'પાટીલ-રાજ': ગુજરાત પ્રદેશપ્રમુખને 'આ' કારણ મળશે એક્સટેન્શન...

અબ કી બાર ‘પાટીલ-રાજ’: ગુજરાત પ્રદેશપ્રમુખને ‘આ’ કારણ મળશે એક્સટેન્શન…

કોંગ્રેસમાં 'ટકતા' નથી અને ભાજપને 'મળતા' નથીઃ ગુજરાતનું ગજબનું રાજકારણ

ગાંધીનગરઃ રાષ્ટ્રીયસ્તરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પ્રમુખ જાહેર કરવાની ટકોર વિપક્ષે કરી હતી, જ્યારે એનો જવાબ ખૂદ ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો હતો. ખેર, ગુજરાતમાં પણ એ પ્રદેશ પ્રમુખની જાહેરાત માટે રાષ્ટ્રીયસ્તર જેવી હાલત છે. અનેક કારણોસર એનું કામ આગળ ધકેલાયા કરે છે.

જોકે, હાલમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની જાહેરાત થશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે કોઈ કારણોસર પ્રદેશ પ્રમુખના નામના જાહેરાત સતત પાછળ ઠેલાતી આવે છે. રાજ્યમાં આગામી થોડા મહિનામાં થનારી શહેરી વિસ્તારોની ચૂંટણીઓ વર્તમાન અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

તમામ રેકોર્ડ તોડીને ભાજપને 156 બેઠકનો શ્રેય
ભાજપ હાઈકમાન્ડ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્યસ્ત છે. જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલમાં જે. પી. નડ્ડા જ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે એવી અટકળો વહેતી થઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ ચર્ચામાં છે.

આવી સ્થિતિમાં, એવી શક્યતા ઊભી થઈ રહી છે કે ભાજપ ગુજરાતમાં તેના સૌથી સફળ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જ થોડા વધુ મહિનાઓ સુધી જવાબદારી સોંપી શકે છે. નવસારીના સાંસદ અને કેન્દ્રમાં જળ શક્તિ પ્રધાન સી. આર. પાટીલે 2022ની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડીને ભાજપને 156 બેઠકો અપાવી હતી. આવી સ્થિતિમાં, શહેરોની નવી સરકારની ચૂંટણીમાં પટેલ-પાટીલની જોડી જળવાઈ રહી શકે છે.

અમુક નેતાઓ બે દાયકા પછી મંઝિલ મળતી નથી
ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહીલે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં દર વખતે ચૂંટણીમાં હાર બાદ પ્રદેશ પ્રમુખ તેમની નૈતિક ફરજ સમજીને રાજીનામું આપી દે છે અને હાઇ કમાન્ડ તેનો સ્વીકાર પણ કરી લે છે.

છેલ્લાં બે દાયકામાં, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં એવા ઘણા નેતાઓ જોવા મળ્યા છે જેઓ પોતાની રાજકીય મંઝિલ સુધી પહોંચી શક્યા નથી. આ નેતાઓ ભાજપમાં જોડાયા પછી પણ સફળતા મેળવી શક્યા નથી અને કોંગ્રેસમાં રહ્યા હોત તો પણ કદાચ આ જ સ્થિતિ રહેત. આ પ્રકારની રાજકીય ગતિવિધિઓને કારણે ગુજરાતનું રાજકારણ ક્યારેક આશ્ચર્યજનક વળાંક લે છે.

અમુક નેતાના મતવિસ્તાર પ્રભાવશાળી હોય
સ્થાનિક વર્ચસ્વની રાજનીતિ ગુજરાતમાં, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં, નેતાનું વ્યક્તિગત વર્ચસ્વ તેના પક્ષ કરતાં વધુ મહત્ત્વનું બની જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ નેતા પોતાના વિસ્તારમાં એટલો પ્રભાવશાળી હોય છે કે તે કોઈ પણ પક્ષની ટિકિટ વગર પણ જીતી શકે છે.

જ્યારે આવા નેતાઓ ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં જોડાય છે, ત્યારે તેમને પાર્ટીના નિયમો અને સંગઠનની નીતિઓ અનુસાર ચાલવું પડે છે, જેનાથી તેમનું વ્યક્તિગત વર્ચસ્વ ઘણીવાર ઘટી જાય છે. આ કારણે તેઓ ભાજપમાં ‘ભળતા’ નથી, એટલે કે પાર્ટીની કાર્યપ્રણાલી સાથે સુસંગત થઈ શકતા નથી.

પક્ષમાં જગ્યા બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે
બીજી તરફ, કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને નેતાઓ વચ્ચેની ખેંચતાણ એક સામાન્ય બાબત છે. પક્ષના અગ્રણી નેતાઓ વચ્ચેના વિવાદોને કારણે ઘણા કાર્યક્ષમ નેતાઓ સાઈડલાઈન થઈ જાય છે. જ્યારે કોઈ પ્રભાવશાળી નેતા કોંગ્રેસમાં જોડાય છે, ત્યારે તેને વર્તમાન નેતાઓના પ્રભુત્વ સામે લડવું પડે છે.

પક્ષમાં પોતાની જગ્યા બનાવવા માટે તેને ઘણી મહેનત કરવી પડે છે, છતાં પણ તેને યોગ્ય પદ કે સન્માન મળતું નથી. આ કારણોસર, ઘણા નેતાઓ કોંગ્રેસમાં ‘ટકતા’ નથી અને હતાશ થઈને પક્ષ છોડી દે છે.

બંને પાર્ટીમાં તફાવત એકમાં હતાશા બીજામાં તકવાદી
આ પરિસ્થિતિનું પરિણામ એ આવે છે કે ઘણા નેતાઓ ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ વચ્ચે ‘લોલક’ની જેમ ઝૂલતા રહે છે. તેઓ કોંગ્રેસ હતાશ થાય છે અને ભાજપમાં તક શોધે છે, પરંતુ ભાજપમાં પણ તેમને યોગ્ય સ્થાન કે સન્માન ન મળતાં ફરી કોંગ્રેસ તરફ પાછા ફરે છે અથવા તો સ્વતંત્ર રાજનીતિનો માર્ગ અપનાવે છે.

ગુજરાતના રાજકારણમાં આ પ્રકારનું ‘ગજબનું’ ચિત્ર ઊભું થવા પાછળનું મુખ્ય કારણ નેતાઓનો અંગત સ્વાર્થ અને પક્ષની નીતિઓ વચ્ચેનો ટકરાવ છે. જ્યાં સુધી નેતાઓ પક્ષ પ્રત્યેની વફાદારી કરતાં પોતાનું વ્યક્તિગત વર્ચસ્વ વધુ મહત્ત્વનું ગણશે, ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ યથાવત્ રહેશે.

આ પણ વાંચો…નવનિયુક્ત સરપંચોને CR પાટીલની ટકોર: ગામના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો!

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button