આપણું ગુજરાત

આ ધારાસભ્યોની વિકેટ લે છે કોણ? નવી ચૂંટણીનો ખર્ચ કોણ આપશે?

રાજકોટ: આજે ગુજરાત સરકારમાં કોંગ્રેસ પક્ષમાંથી એક વિકેટ પડી.રાજીનામું પણ સ્વીકારાઈ ગયું.ખંભાત ધારાસભ્ય ટૂંક સમયમાં કેસરિયા કરશે તેવું વર્તારો જણાય છે.આ પહેલા વિસાવદરના આપ પક્ષના ધારાસભ્ય ભુપત ભાયાણી બહારવટુ કરી અને રાજીનામુ દઈ ચૂક્યા છે.એટલે 156 માંથી 158 થશે તેવું લાગે છે. હજુ એક આપના ધારાસભ્ય નું નામ ચર્ચા છે કે સતત બીટ થયા છે એટલે તેની વિકેટ પડુ પડુ છે .

પરંતુ આ સમાચાર પછી લોકોમાં જે ચર્ચા થતી હોય તેના વિશે વાત કરીએ તો જ્યારે ચૂંટણી લડવી હોય છે ત્યારે તમે જે પક્ષમાંથી લડો છો અને પ્રજા તમને તે પક્ષના પ્રતિનિધિ તરીકે સ્વીકારે છે. ત્યારબાદ તમે ગમે ત્યારે રાજીનામું આપી દો અને પ્રજાને પૂછો પણ નહીં તે કેવું?એ તો ઠીક છે.સરકારી તિજોરી ઉપર જેટલો ભાર પડે તે કોની જવાબદારી? લોકો ચર્ચા કરી રહ્યા છે કે જે ધારાસભ્ય રાજીનામું આપે તેણે આગલી ચૂંટણીનો તમામ સરકારી ખર્ચ પહેલા જમા કરાવવો જોઈએ.અથવા તો જે પક્ષ તેને સમાવે તે પક્ષે આગલી ચૂંટણીનો અને નવી ચૂંટણીનો ખર્ચ સરકાર ની તિજોરીમાં જમા કરાવવો જોઈએ.એક સીટમાંથી રાજીનામું પડે પછી નવી ચૂંટણી આવે એટલે કેટલા માનવ કલાકો કેટલા રૂપિયાનો ધુમાડો થાય છે તે ચાર લીટી લખી અને રાજીનામું આપી દેનાર ધારાસભ્યને કદાચ ખબર નહીં હોય.

રાજીનામાની વાત બરાબર છે. પ્રજાની લાગણીની વાત પણ બરાબર છે.પરંતુ એક ચર્ચા એ પણ થઈ રહી છે કે બંને ધારાસભ્યો શંકર ચૌધરીને જ્યારે રાજીનામું દેવા ગયા ત્યારે ફોટામાં એક ચહેરો બંનેમાં દેખાયો અને તે છે પાણીદાર પાટીદાર નેતા ભરત બોઘરા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ બંને વિકેટ લેવામાં ક્યાંક ને ક્યાંક આ નેતા પણ મદદરૂપ થયા કે શું?જોકે એવી પણ ચર્ચા છે કે કદાચ હોદ્દાની રૂએ તેમણે રાજીનામુ દેતી વખતે હાજર રહેવું પડતું હશે. પરંતુ એક વાત નક્કી છે કે ગુડ બુકમાં રહેવા માટે ઘણી બધી કસરત કરવી પડતી હોય છે. ઘણા નિયમોનું પાલન કરવું પડતું હોય છે .અને આવી આવડત બધા પાસે હોતી નથી.

રાજકોટની લોકસભાની બેઠક પર લગભગ ભરત બોઘરા નું નામ નક્કી થઈ ગયું છે. રાજકીય વ્યુહ રચનામાં માહિર છે. પટેલ સમાજમાં સારું વર્ચસ્વ ધરાવે છે એટલે હજુ પણ કોઈ પટેલ ધારાસભ્ય વિપક્ષમાં હોય તો…..

આજે જ iplના ખેલાડીઓની મીની હરાજી થઈ વર્ષના એકાદ વાર થાય છે જ્યારે રાજકારણમાં…..
લોકો પણ કેવી કેવી ચર્ચા કરતા હોય છે.ચા ની ટપરી પર કે પાનના ગલ્લા પર રાજકીય વિશ્લેષકો મળી જ રહે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button