આપણું ગુજરાત
પિંક ઓટોની મિશન મંગલમ યોજનાની સબસિડી કોણ જમી ગયું?

રાજકોટ: મિશન મંગલમ અંતર્ગત પિંક ઓટો રિક્ષાના લાભાર્થી બહેનો પહોંચ્યા રાજકોટ જિલ્લા પંચાયત ખાતે
રજૂઆત કરવા, પિંક રીક્ષા ઓટો ખરીદતી વખતે લાભાર્થી મહિલાઓને 1 લાખ 93 હજારની પિંક રિક્ષામાં 1 લાખ રૂપિયાની સબસીડી આપવાની સરકારે કરી હતી, વાત છેલ્લા પાંચ છ વર્ષ વીતવા છતાં લાભાર્થીઓએ સબસિડીનો નથી મળ્યો લાભ,

લાભાર્થી મહિલાઓ એક લાખ રૂપિયા સબસીડી માટે છેલ્લા પાંચ વર્ષથી જિલ્લા પંચાયત કચેરી ખાતે ખાઈ રહી છે ધક્કા.
સખી મંડળના સંચાલક સોનલબેન ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તમામ ડોક્યુમેન્ટ કચેરીમાં પહોંચી ગયા છે.છતાં લાભાર્થીઓને હજી કોઈ સબસીડી મળેલ નથી.

21 લાભાર્થીઓની સબસીડી બાકી છે અને આ સંદર્ભે આજે આક્રોશ પૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી અને વ્યથા ઠાલવતા લાભાર્થીએ જણાવ્યું હતું કે સરકાર બહેનોને મદદ કરવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે.