આપણું ગુજરાત
રાજકોટ ખાતે એક બાજુ વિકાસના કાર્યો લોકાર્પણ થઈ રહ્યા છે ત્યારે
માધાપર ચોકડી બ્રીજમાં પાંચ મહિના બાદ પણ એક તરફનો સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જમીન સંપાદન ન થવાના કારણે એક તરફનો સર્વિસ રોડ બની શક્યો નથી.
સર્વિસ રોડ નહીં હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડમાં ચાલવા મજબુર બન્યા છે અને બે મોટા વાહનો સામસામે આવી જાય ત્યારે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. આ ઉપરાંત નાના-મોટા અકસ્માતો રોજબરોજ બનતા રહે છે ભૂતકાળમાં જીવલેણ અકસ્માત પણ આ જગ્યાએ થયો છે. આસપાસના રહેવાસીઓ ઉચક જીવે રહે છે.અને રસ્તા પરનું દબાણ પણ દૂર કરવાની જરૂર છે.
સપ્ટેમ્બરમાં બ્રીજના લોકાર્પણ સમયે 2 મહિનામાં જમીન સંપાદનની કલેક્ટરે ખાત્રી આપી હતી.
સર્વિસ રોડ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
નાના મોટા ટ્રાફિકના નિયમો તોડતા લોકોને દંડ ભોગવવો પડે છે. અહીં તો તંત્ર દ્વારા જ ફરજિયાત નિયમભંગ કરાવવામાં આવે છે.