આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

અમદાવાદઃ વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં. આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતને જૂન સુધી રાહ જોવી પડશે. આવામાં ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે. તો 12 જૂન બાદ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. જે ચોમાસાની મજબૂત શરૂઆતનો સંકેત આપે છે. આ આગાહી ખેડૂતો અને નાગરિકો માટે મહત્વની છે. જેઓએ વરસાદ અને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ .

ગુજરાતમાં 125 વર્ષના ઇતિહાસમાં ચોથો સૌથી વધુ વરસાદ પડ્યો! જુઓ વરસાદી આંકડા…

હવામાન વિભાગે શું કહ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસવાનું છે. દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. આ કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કેરળ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી, જાણો અન્ય રાજ્યોનું હવામાન…

શું રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહેશે?

સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે. જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થતી હોય છે અને સામાન્ય રીતે અડધા મહિના બાદ વધારે વરસાદ થતો હોવાથી રાજ્યમાં જૂનમાં સરેરાશ વરસાદ ઓછો રહે છે.

હવામાન વિભાગે આગામી 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસુ આવવાના એંધાણ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button