Vibrant Gujarat Summit: જ્યારે UAEના રાષ્ટ્રપતિએ ભારત અને PM મોદીના સન્માનમાં આપ્યું ભાષણ
ગાંધીનગરઃ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પીએમ મોદીએ દેશવિદેશના મહાનુભાવનો આવકાર્યા હતા. આ ક્રમમાં તેમણે UAEના રાષ્ટ્રપતિનું પણ સ્વાગત કર્યું હતું. સમિટ દરમિયાન કંઈક એવું બન્યું જે વારંવાર જોવા મળતું નથી. સંયુક્ત આરબ અમીરાતના શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને સામાન્ય રીતે ક્યારેય જાહેર મંચમાં બોલતા કોઇએ સાંભળ્યા નથી,પરંતુ ભારત પ્રત્યેનો તેમના પ્રેમ અને લાગણીએ તેમને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મંચ પર બોલવાની પ્રેરણા આપી હતી. ભાઇની જેમ પીએમ મોદીનો આદર કરતા તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાષણ આપીને લોકોને બતાવી દીધું કે તેમને ભારત અને તેમના ભાઈ પીએમ મોદી માટે કેટલું સન્માન છે.
અમીરાતની બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રૂપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે ડીપી વર્લ્ડ આગામી 3 વર્ષમાં 3 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવવાની પણ તેમની યોજના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે ગુજરાત રાજ્યમાં ઉત્પાદન કરીને અહીંની અર્થવ્યવસ્થાને ટેકો આપતા રહીશું. ભવિષ્ય તરફ જોતાં, અમે ભારત અને UAE વચ્ચે વેપાર, રોજગાર અને સાંસ્કૃતિક સહયોગની અપેક્ષા રાખીએ છીએ.
ડીપી વર્લ્ડે ગુજરાત સરકાર સાથે વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમિટ ગુજરાત અને ભારત રાજ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસ માટે સરકાર સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. ભારતની ચીજવસ્તુઓને વૈશ્વિક સ્તરે બનાવવા માટે અમે ગુજરાત અને બાકીના ભારતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.
સાઉથ કોરિયન કંપની સિમટેકના ગ્લોબલ સીઈઓ જેફરી ચુને જણાવ્યું હતું કે ગુજરાતમાં માઈક્રોનની ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પછી હવે અમે ભારતમાં કોલોકેશન ઈન્વેસ્ટમેન્ટના રાઉન્ડની તૈયારી કરી રહ્યા છીએ. આજે દર્શકો સાથે પ્રગતિ શેર કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સમર્થન અમને સમર્થન અને સહયોગ મળી રહ્યો છે. અમે ભારતમાં નોંધપાત્ર રોકાણ કરવા અને ગુજરાતમાં ઉચ્ચ કુશળ પ્રતિભાઓ માટે હજારો રોજગારીની તકો ઊભી કરવા તૈયાર છીએ.
બ્રિસ્બેન એલાર્મ મોનિટરિંગના CEO વર્જીનિયા ટોબિઆસે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ભારતની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમને ભારત દેશ માટે ખૂબ પ્રેમ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઘણા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ પર પહોંચશે. અમે આ સફરમાં તેમના સાથઈ બનવા તૈયાર છીએ.