આપણું ગુજરાત
બાળક પોતાની મસ્તીમાં ઝાડ નીચે રમતું હતું ને…

મોરબીના રાજપર ગામની સીમમાં વાડીના શેઢે ઝાડ પાસે બાળક રમતું હતુ ત્યારે રમતા રમતા ઝાડની ડાળીએ લટકી રહેલા દોરડામાં ગળેફાંસો આવી જતા બાળકનું મોત થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજપર ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિકના પુત્ર સુમિત કલવાના (ઉ.વ.12) વાડીના શેઢે ઝાડ પાસે રમતો હતો. ત્યારે રમતા રમતા પડી જતા ઝાડની ડાળીએ રહેલા દોરડામાં ગળેફાંસો આવી જતા બાળકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સાચી હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.