જ્યારે એક્ટિવિસ્ટ કાર્ટુનિસ્ટ બન્યા
સમગ્ર ગુજરાતમાં અત્યારે જમીન માપણી નો મુદ્દો ગરમી પકડી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન માપણીમાં બહુ મોટો ફર્ક આવી રહ્યો છે અને તેના માટે જે ખેડૂતોને તેની જાણ છે તેવા ખેડૂતો વાંધા અરજી કરી રહ્યા છે પરંતુ અસહ્ય કામગીરીના બોજ હેઠળ ડીએલઆર કચેરી કામગીરી ગોકળગાયની ગતિએ ચલાવે છે અને ખેડૂતો પરેશાન છે આજે ખેડૂત દિવસ છે એટલે મુંબઈ સમાચાર ખેડૂતોનો અવાજ યોગ્ય જગ્યાએ પહોંચે અને યોગ્ય કામગીરી થાય અને એ પણ ઝડપી કામગીરી થાય તેવા એક પ્રયત્ન ના ભાગરૂપે હેમત વીરડા જે એક ખેડૂત પણ છે અને ચળવળ કરતા એટલે કે એક્ટિવેસ્ટ છે અસંખ્ય ભાર સરકારને લેખિત રજૂઆતો કર્યા પછી યોગ્ય પ્રતિસાદ ન મળતા અને તેનું કારણ કદાચ ખેડૂતો વાંચવાનો સમય ન કાઢી શકતા કે વાંચી ન શકતા હોય પોતાના જ પ્રશ્નો સંદર્ભે નિષ્ક્રિય જોવા મળે છે અને હેરાન થતા જોવા મળે છે તેવા સંજોગોમાં હેમંત વીરડાએ એક્ટિવિસ્ટમાંથી કાર્ટુનીસ્ટ બનવાનું નક્કી કર્યું.
તેમની યાત્રા ટ્રેક્ટર થી ટ્વીટર સુધીની રહી છે. એક ફકરો લખી અને પોતાના પ્રશ્નો રજૂ કરવા તેના કરતા એક કાર્ટૂન બનાવી અને લોકો સુધી પહોંચી પ્રશ્નોને વાંચા આપવાનું કાર્ય હાલ હેમંત વીરડા પાલ આંબલીયા અને ગિરધર વાઘેલા કરી રહ્યા છે તેમની આ સંઘર્ષ યાત્રામાં બીજા ઘણા લોકો જોડાઈ રહ્યા છે 31 ડિસેમ્બર જ્યારે વાંધા અરજી માટેનો છેલ્લો દિવસ છે ત્યારે તમામ ખેડૂતોને જાગૃત કરવાનો એક પ્રયત્ન છે કે તાત્કાલિક ગ્રામ પંચાયતની ઓફિસે જઈ અને પોતાના ખેતર અંગે તપાસ કરી લેવી જરૂરી છે અન્યથા વાંધા અરજીનો સમય પૂર્ણ થતા તેમના પ્રશ્નો આગળના સમયમાં જો સાંભળવામાં નહીં આવે તો બહુ મોટી કાનૂની ગૂંચ ઊભી થઈ શકે તેમ છે એ તો જગ જાહેર વાત છે કે જમીન માટે બે ભાઈઓ વચ્ચે પણ ખટરાગ ઉભો થઈ શકે છે તેવા સંજોગોમાં પોતાના ખેતરની સીમા ઘટી અને બીજાના ખેતરમાં ઉમેરાઈ ગઈ હોય તો જ્યારે ફેન્સીંગ બનાવવાની વાત આવે ત્યારે બીજાના ખેતર માં એ ફેન્સીંગ જુના નકશા પ્રમાણે બેસાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે ખેતર વાળા વાંધો ઉપાડી અને કાનૂની ગૂંચ ઊભી કરી શકે છે કે ઝઘડો પણ થઈ શકે છે આવા સંજોગોમાં આવનારા દિવસોમાં બહુ મોટા પાયે કાનૂની પ્રશ્નો ઊભા થઈ શકે છે તો આ સંદર્ભે હેમંત વિરડાના મત મુજબ તાત્કાલિક પોતાના ખેતરના દસ્તાવેજો કચેરીમાં જઈ અને તપાસ કરી લેવી જોઈએ અને જો તેમાં આનાકાની થતી હોય તો કોઈપણ ખેડૂત આગેવાન કે તેમનો પોતાનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
ખેડૂતોના હાલના પ્રશ્નોમાં ટેકાના ભાવ નકલી બિયારણ, નકલી ખાતર ,જમીન માપણી ,પાક વીમો, સરકારી રાહે ખેડૂતોના બાળકોને અભ્યાસ, જેવા ઘણા પ્રાણ પ્રશ્નો સતાવી રહ્યા છે. સરકાર તાત્કાલિક તે અંગે યોગ્ય નિર્ણય લે તેવી લાગણી પ્રસરી રહી છે.