પશ્ચિમ રેલવે દ્વારા તહેવારો માટે રૂટ માટે વિશેષ ટ્રેનની ૧૦ ટ્રિપ દોડાવાશે…

ભુજ: આગામી દીપોત્સવી પર્વના સપરમા તહેવારો દરમ્યાન પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-ગાંધીધામ વચ્ચે વિશેષ ટ્રેનના ૧૦ ફેરા દોડાવવાનો નિર્ણય કરાયો છે.
આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે કચ્છના ગાંધીધામથી દર સોમવારે ૦૯૪૭૨ નંબરની વિશેષ ટ્રેન તારીખ ૧૩-૧૦, ૨૦-૧૦, ૨૭ અને તારીખ ૩-૧૧ અને તા. ૧૦મી નવેમ્બરના રોજ રવાના થશે.
રાત્રે ૮.૨૦ કલાકે ઉપડીને બીજા દિવસે બપોરે સવારે ૯.૪૫ કલાકે બાન્દ્રા પહોંચશે. ત્યાંથી ૦૯૪૭૧ નંબરની ટ્રેન મંગળવારે તા. ૧૪, તા. ૨૧, ૨૮ ઓક્ટોબર તારીહ ૪-૧૧ અને તા. ૧૧ નવેમ્બરના બપોરે ૧૨.૩૦ કલાકે રવાના થઈ રાત્રે ૧ અને ૩૦ કલાકે ગાંધીધામ પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન સામખિયાળી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, બોરીવલી સ્ટેશન ખાતે રોકાશે. રેલવે દ્વારા સાબરમતી હરિદ્વારની ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. કચ્છથી હરિદ્વાર સુધીની ટ્રેનની દરખાસ્ત પડતર છે.
ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે દિવાળીના વિશેષ ટ્રેન હરિદ્વાર સુધી દોડાવાય, તો પ્રવાસીઓ માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે તેવું મુસાફરો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત