જય દ્વારકાધીશઃ રેલવે જન્માષ્ટમી પર દોડાવશે આ સ્પેશિલ ટ્રેન…

અમદાવાદઃ ઑગષ્ટ મહિનાનો સૌથી મોટો તહેવાર જન્માષ્ટમીની તૈયારીઓ મંદિરોમાં થઈ રહી છે અને તમે પણ ઘરે ઉજવણી કરવાના પ્લાન બનાવ્યા હશે. દેશના ઘણા વિખ્યાત મંદિરો છે, જેમાં ધૂમધામથી તૈયારીઓ થાય છે. આમાનું એક મંદિર એટલે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલું દ્વારકાધિશનું જગતમંદિર. અહીં કાનૂડાના જન્મની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ભાવિકો અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે.
ત્યારે એક તો સ્વાતંત્ર્ય દિવસ, જન્માષ્ટમી અને રવિવાર એમ ત્રણ સળંગ રજાઓ આવે છે અને બીજું લોકો આ દિવસે ખાસ દ્વારકા આવવાનું પસંદ કરે છે તે ધ્યાનમાં રાખી રેલવેએ ખાસ સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નોંધી લો અને જો તમારી પણ દ્વારકાધિશના દર્શન કરી સૌરાષ્ટ્રની સહેર કરવાની ઈચ્છા હોય તો આ વિગતો નોંધી લો.
આ તારીખથી થશે બુકિંગ
ટ્રેન નંબર 09077/09078 બાંદ્રા ટર્મિનસ – ઓખા સ્પેશ્યલ [ 4 ટ્રિપ્સ] ટ્રેન નંબર 09077 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ ગુરુવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી 21:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે અમદાવાદ 05.25 કલાકે અને ઓખા 16:45 કલાકે પહોંચશે. આ ટ્રેન 14 અને 17 ઓગસ્ટ, 2025 ના રોજ દોડશે.
તેવી જ રીતે ટ્રેન નં. 09078 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શનિવાર અને મંગળવારે ઓખાથી 08:20 કલાકે ઉપડશે અને અમદાવાદ 17.05 કલાકે પહોંચશે અને બીજા દિવસે 04:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 16 અને 19 ઓગસ્ટ, 2025ના રોજ દોડશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેન માટે તમે રવિવાર એટલે કે 3જી ઑગસ્ટથી ઑનલાઈન અથવા ઑફલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકો છો.
આ પણ વાંચો…દ્વારકાધીશનાં મંદિર પર શા માટે ચડે છે 52 ગજની ધજા?