આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પશ્ચિમ રેલવેમાં મુંબઈ-અમદાવાદ ડિવિઝનની અમુક ટ્રેનના સમયમાં થયા ફેરફાર, જાણી લો નવું ટાઈમટેબલ…

અમદાવાદ: પશ્ચિમ રેલવે ( Western Railway) દ્વારા કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા વધારવા અને સમય બચાવવા માટે અમદાવાદ ડિવિઝન (Ahmedabad Division)માંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમય (New time table on Ahmedabad Division)માં પશ્ચિમ રેલવે દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રોનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં તો તો પહેલા તેનું નવું સમય પત્ર જોઈ લેજો. નવા સમય પત્રકમાં ટ્રેનના સ્ટોપેજ, આગમન અને પ્રસ્થાન સમયની જાણકારી આપવામાં આવી છે. આ રહી સંપૂર્ણ વિગતો…

  1. ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી એક્સપ્રેસ (Bandra Terminus-Jammu Tawi Express)ના કેટલાક સ્ટેશનોનો આગમન/પ્રસ્થાનનો સમય 31મી મેથી બદલીને દેવામાં આવ્યો છે. આ ટ્રેન પ્રસ્તાન અને આગમન સમય મહેસાણા સ્ટેશન પરથી 20:40/20:42 કલાકને બદલે 20:16/20:18 કલાક અને પાલનપુર સ્ટેશન પર 22:18/22:20 કલાકને બદલે 22:05/22:10 કલાકનો કરવામાં આવ્યો છે.
  2. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ (Mumbai Central – Okha Saurashtra Mail)નો કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનનો સમય આજે 30મી મેથી બદલી દેવામાં આવ્યો. હવે અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય 05:00/05:05ને બદલે 04:55/5:00 નો રહેશે જ્યારે વિરમગામ સ્ટેશન પર 06:23/06:25 ને બદલે 06:15/06:17 રહેશે.
  3. ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ (Muzaffarpur-Porbandar Express)નો આગમન/પ્રસ્થાનનો સમય 1લી જૂનથી કેટલાક સ્ટેશનો પર આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો: હવે આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય પાલનપુર સ્ટેશન પર 2:50/02:52 ને બદલે 02:20/02:22 વાગ્યે, મહેસાણા સ્ટેશન પર 03:40/03:42 ને બદલે 03:15/03:17 વાગ્યે, ચાંદલોડિયા બી સ્ટેશન પર 04:40/04:45 ને બદલે 04:30/04:35 વાગ્યે અને વિરમગામ સ્ટેશન પર 05:44/5:46 ને બદલે 05:32/05:34 વાગ્યે કરવામાં આવ્યો છે.
  4. ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ (Mumbai Central – Hapa Duronto Express)નો કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનનો સમય આજે 30મી મેથી બદલીને આગામી દેવામાં આવ્યો છે: અમદાવાદ સ્ટેશન પર આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય 04:50/04:55ને બદલે 04:45/04:50 રહેશે.
  5. ટ્રેન નંબર 22932 જેસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (Jaisalmer-Bandra Terminus Express)ના કેટલાક સ્ટેશનોનો આગમન/પ્રસ્થાન સમયનો 31મી મેથી આગળની સૂચના સુધી બદલવામાં આવ્યો છે: આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય પાલનપુર સ્ટેશન પર 04:20/04:22 કલાકને બદલે 04:55/04:57 વાગ્યે, ઊંઝા સ્ટેશન પર 05:00/05:02 કલાકને બદલે 05:32/05:34 વાગ્યે, મહેસાણા સ્ટેશન પર 05:28/05:30 કલાકને બદલે 05:52/05:54 વાગ્યે અને કલોલ સ્ટેશન પર 06:03/06:05 કલાકને બદલે 06:26/06:28 વાગ્યે અને સાબરમતી રેલવે સ્ટેશન પર 06:34/06:36 કલાકને બદલે 06:47/06:49 વાગ્યે રહેશે.
  6. ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ (Delhi Sarai Rohilla-Rajkot Express)ના કેટલાક સ્ટેશનોનો આગમન/પ્રસ્થાનનો સમય આજથી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો. આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય પાલનપુર સ્ટેશન પર 02:50/02:52 કલાકને બદલે હવે 02:20/02:22 કલાક, મહેસાણા સ્ટેશન પર 03:57/03:59 કલાકને બદલે હવે 03:15/03:17 કલાક અને વિરમગામ સ્ટેશન પર 05:00/05:02 કલાકને બદલે હવે 04:30/04:32 કલાક કરવામાં આવ્યો છે.
  7. ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ (Dehradun-Okha Uttaranchal Express)ના કેટલાક સ્ટેશનોનો આગમન/પ્રસ્થાનનો સમય 1લી જૂનથી બદલવામાં આવ્યો છે. આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય પાલનપુર સ્ટેશન પર 02:50/02:52 કલાકને બદલે 02:20/02:22 વાગ્યે, સિદ્ધપુર સ્ટેશન પર 03:15/03:17 કલાકને બદલે 02:46/02:48 વાગ્યે, ઊંઝા સ્ટેશન પર 03:32/03:24 કલાકને બદલે હવે 03:04/03:06 વાગ્યે, મહેસાણા સ્ટેશન પર 03:57/03:59 કલાકને બદલે હવે 03:24/03:26 વાગ્યે અને વિરમગામ સ્ટેશન પર 05:00/05:02 કલાકને બદલે હવે 04:30/04:32 વાગ્યનો રહેશે.
  8. ટ્રેન નંબર 20984 દિલ્હી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ (Delhi Sarai Rohilla-Bhuj Express)ના કેટલાક સ્ટેશનોનો આગમન/પ્રસ્થાનનો સમય 31મી મેથી બદલવામાં આવ્યો છે. આ ટ્રેનનો આગમન-પ્રસ્થાન સમય પાલનપુર સ્ટેશન પર 04:45/04:47 કલાકને બદલે હવે 04:05/04:10 કલાકે, ભીલડી સ્ટેશન પર 05:25/05:27 કલાકને બદલે હવે 04:50/04:52 કલાકે, ભાભર સ્ટેશન પર 05:59/06:01 કલાકને બદલે હવે 05:24/05:26 કલાકે, ભચાઉ સ્ટેશન પર 08:32/08:34 કલાકને બદલે હવે 07:59/08:01 કલાકે, ગાંધીધામ સ્ટેશન પર 09:30/09:45 કલાકને બદલે હવે 09:05/09:20 કલાકે, અંજાર સ્ટેશન પર 10:10/10:12 ને બદલે હવે 09:45/09:47 કલાકે અને ભુજ સ્ટેશન પર આગમન સમય 11:05 કલાકનો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button