આપણું ગુજરાત

બિલ પાસ કરાવવા ₹ ૫૦,૦૦૦ની લાંચ લેવા પ્રકરણે પશ્ર્ચિમ રેલવેના અધિકારીની સીબીઆઈ દ્વારા ધરપકડ

નવી દિલ્હી/મુંબઈ: રેલવેમાં ગૂડસના સપ્લાય કરનારી કંપની પાસેથી બિલ પાસ કરાવવાના બદલે લાંચ લેવાના કિસ્સાનો તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત પશ્ર્ચિમ રેલવેના ડીઆરએમ (ડિવિઝનલ રેલવે મેનેજર)ની ઓફિસના એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બન્યો હતો.

એક કંપની દ્વારા વેસ્ટર્ન રેલવેને સપ્લાય માટે ૪.૮૦ કરોડ રૂપિયાના ગૂડ્સ બિલના પેમેન્ટ માટે મુંબઈના પ્રોસેસિંગ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ વખતે કંપનીના પ્રતિનિધિઓ પાસેથી બિલ સમયસર પાસ કરવા માટે લાખ રૂપિયે ૧૦૦ રૂપિયાની લાંચ લીધી હતી, જે લગભગ પચાસ હજારની થઈ હતી. આ ફરિયાદ સીબીઆઈને કરવામાં આવ્યા પછી રેલવેના અધિકારીને લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યો હતો.

સીબીઆઈના અધિકારીએ કહ્યું હતું કે પચાસ રુપિયાની લાંચ લેવાના આરોપસર મુંબઈ સ્થિત ડીઆરએમ ઓફિસમાં તહેનાત ઓફિસ સુપ્રિટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી. રેલવેના અધિકારીની અટક કરવામાં આવી હતી, જ્યારે તેની પચાસ હજાર રૂપિયાની લાંચ લીધી હતી. ત્યારબાદ અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.

સીબીઆઈએ પ્રાથમિક તપાસ કર્યા પછી ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ છટકું ગોઠવીને અધિકારીની પકડી લીધો હતો. તેની સામે લાંચ લેવાના કિસ્સા બદલ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ સીબીઆઈએ આરોપીના બે જગ્યાએ પણ દરોડા પાડ્યા હતા, જ્યાંથી સીબીઆઈએ અનેક પ્રકારના દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જ્યારે વધુ તપાસ ચાલુ હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave