તહેવારમાં નહીં પડે મુશ્કેલી: ગુજરાતથી બંગાળ અને દિલ્હી જવા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત…

અમદાવાદ: તહેવાર ટાણે રેલવે (Railway) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર સહિત ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને દિલ્હી જવા માટે ટ્રેન સેવામાં વધારો થયો છે.
આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા ગાંધીધામ અને સિયાલદહ (Gandhidham-Sealdah) તેમજ ભાવનગર-દિલ્હી (Bhavnagar-Delhi) વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ગુજરાતથી પશ્ચિમ બંગાળ ને દિલ્હી જવા માટે સરળતા મળશે.
ગાંધીધામ – સિયાલદહ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09437 ગાંધીધામ – સિયાલદહ (સાપ્તાહિક સ્પેશિયલ) ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન 17.09.2025 થી 08.10.2025 સુધી ચાલશે. આ ટ્રેન દર બુધવારે 18:25 કલાકે ગાંધીધામથી ઉપડશે, જ્યારે શુક્રવારે 16:15 કલાકે સિયાલદહ પહોંચશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 09438 સિયાલદહ-ગાંધીધામ (સાપ્તાહિક સ્પેશિયલ) દોડાવવામાં આવશે. આ ટ્રેન 20.09.2025 થી 11.10.2025 સુધી ચાલશે. આ ટ્રેન દર શનિવારે 05:15 કલાકે સિયાલદહથી ઉપડશે, જ્યારે સોમવારે 02:00 કલાકે ગાંધીધામ પહોંચશે.
રૂટ અને સ્ટોપેજ
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, છાયાપુરી, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગરા, ટુન્ડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ જંકશન, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જં., ભાભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, કોડર્મા, હઝારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ગોમોહ, ધનબાદ, આસનસોલ, દુર્ગાપુર અને બર્ધમાન સ્ટેશનો પર ઉભી રહેશે.
ભાવનગર-શકુર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
ભાવનગરથી દિલ્હીના શકુર બસ્તી સુધી પણ એક સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 09257 (ભાવનગર-શકુર બસ્તી): આ ટ્રેન 19 સપ્ટેમ્બર 2025 થી 28 નવેમ્બર 2025 સુધી દર શુક્રવારે બપોરે 13:50 કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:35 કલાકે શકુર બસ્તી પહોંચશે.
ટ્રેન નંબર 09258 (શકુર બસ્તી-ભાવનગર) આ ટ્રેન 20 સપ્ટેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર શનિવારે બપોરે 13:15 કલાકે શકુર બસ્તીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 કલાકે ભાવનગર પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં સિહોર, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર અને દિલ્હી કેન્ટ. જેવા મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે.
આ પણ વાંચો…‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે