ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં આવું હવામાન રહેશે, આ શહેર સૌથી ઠંડુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ (Weather in Gujarat) રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ પારો 2થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ઠંડી ઘટવાની શક્યતા છે. ગતરોજ અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો (Ahmedabad Weather) થયો છે, લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે.
આ કારણે તાપમાન વધશે:
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની દિશા બદલાવવાને કારણે તાપમાનમાં વધઘટ થતી હોય છે. ઉત્તર પૂર્વથી પૂર્વના જે પવનો હોય છે તે મોટાભાગે મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાંથી આવે છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થાય છે. ગુજરાતમાં હવે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાશે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. જે બાદ પવનની દિશા બદલાશે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જેના કારણે તાપમાનમાં વધારો નોંધાશે.
આ પણ વાંચો…થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા અમરેલીમાં જ! શા કારણો જવાબદાર?
આ શહેર રાજ્યમાં સૌથી ઠંડુ:
ગત રાત્રે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત કેશોદ, રાજકોટ અને કંડલા એરપોર્ટમાં 13 ડિગ્રી. ડીસામાં 14 ડિગ્રી, પોરબંદર, વડોદરામાં 15 ડિગ્રી, ભુજ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં 16 ડિગ્રી, મહુવા, ભાવનગરમાં 17 ડિગ્રી, કંડલા પોર્ટ, દ્વારકા, વેરાવળમાં 19 ડિગ્રી ની આસપાસ લધુત્તમ તાપમાન નોંધાયું હતુ., સુરતમાં લધુત્તમ તાપામાન 21 ડિગ્રીથી 23 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.