અમદાવાદઆપણું ગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 41 તાલુકામાં કમોસમી વરસાદ, આજે આવું રહેશે ગુજરાતનું વાતાવરણ


અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત (Gujarat Weather) કરી દેવામાં આવી છે. જોકે અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક સર્જાયેલી અસ્થિરતાના કારણે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, સૌથી વધુ રાજકોટના કોટડા સાંગાણીમાં બે ઈંચ જેટલો ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે ગુરૂવારે 17મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

રાજ્યમાં 18મીથી 20મી ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. આ સાથે 21મી અને 22મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ વધતા અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં બે ડિગ્રી વધારો નોંધાવાની શક્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 41 તાલુકામાં વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ બુધાવારે સૌથી વધુ વરસાદ રાજકોટના કોટડા સાંગાણીમાં બે ઈંચ જેટલો ખાબક્યો હતો. 11 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢના મેંદરડામાં 1.85 ઈંચ ખાબક્યો હતો. આ ઉપારંત પોરબંદરના રાણાવાવ અને ભરૂચના ઝઘડિયામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા હાટીના અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય તાલુકામાં 1.06 ઈંચ વરસાદ વર્યો હતો. તેમજ સુરતના માંગરોળમાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker