આજે રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની અગાહી
અમદાવાદ: આજે ગુજરાતમાં રક્ષાબંધનના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ(Rain in Gujarat)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 21મી ઓગસ્ટથી ફરી એક વખત ચોમાસુ જામવાની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આજે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે આજે ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
20મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
જ્યારે ગુજરાતમાં 21 અને 22મી ઓગસ્ટે બુધવાર અને ગુરૂવારે તમામ જિલ્લાઓમાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
23મી અને 24મી ઓગસ્ટે તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.