આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હવામાનમાં આવશે પલટો! ગુજરાત સહિત કયા કયા રાજ્યમાં થશે અસર? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું…

અમદાવાદઃ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી તેમજ બપોર અને રાત્રે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉજવવા દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં 25થી 27 ફેબ્રુઆરીએ વ્યાપક વરસાદ, બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. અનેક રાજ્યોમાં તીવ્ર પવન, વીજળી સાથે હવામાનમાં પલટો આવશે પરંતુ, ગુજરાતને હાલના સંજોગો મુજબ ઓછી અસર થશે.

Also read : દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…

24 ફેબ્રુઆરીની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર પશ્ચિમ ભારતનું હવામાન ડહોળશે. જે અન્વયે 25થી 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાસ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ-બરફવર્ષાની તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા-મધ્યમ વરસાદનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં બપોરનું મહત્તમ તાપમાન વધવા સાથે ગરમીનો અહેસાસ થવાની અને ગુજરાતમાં બે દિવસ હાલનું હવામાન જારી રહેવા બાદ તાપમાનમાં 3 સેલ્સિયસ સુધી વધારો થવાની આગાહી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ બાદ 2-3ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 તો રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી નોંધાયું હતું. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ 7થી 10 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. માર્ચ મહિનામાં ગરમીની શરુઆત થતી હોય છે. ત્યારે કસમોસમી વરસાદ નુકસાન નોતરી શકે છે. કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરેને નુકસાન પહોંચી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.

Also read :અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…

પરેશ ગોસ્વામીએ ખેડૂતોને શું કહ્યું

પરેશ ગોસ્વામી મુજબ, હાલ દિવસનું તાપમાન થોડું વધારે ઊંચકાયું છે. રાત્રિનું એટલે કે લઘુત્તમ તાપમાન વધારે ઊંચકાયું નથી. પણ વાવેતર કરી શકાય તે પ્રકારનું હવામાન ચોક્કસથી થઈ ગયું છે. રાત્રિનું તાપમાન 18 કરતાં ઊંચું હોય ત્યારે જ ખેડૂતોએ ઉનાળા પાકનું વાવેતર કરવું જોઈએ. રાત્રે ઠંડી રહેતી હોય તેવા માહોલમાં વાવેતર કરીએ તો બરાબર ઉગાવો આવતો નથી. ફેબ્રુઆરી કરતાં માર્ચના પહેલા અઠવાડિયામાં વાવેતર કરવામાં આવે તો અતિ ઉત્તમ છે. જે લોકોને ઉતાવળ હોય અને કરવું પડે તેમ હોય તો હવે વાવેતર કરી શકાય છે. હવે ઉગાવામાં સમસ્યા આવશે નહીં. કેમ કે, લધુત્તમ અને મહત્તમ તાપમાન ધીમે ધીમે ઉચકાવવાનું ચાલુ થઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button