આજે ગરબા રમવા જવું કે ઘરે બેસી મેચ જોવીઃ વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો...
Top Newsઆપણું ગુજરાત

આજે ગરબા રમવા જવું કે ઘરે બેસી મેચ જોવીઃ વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો…

અમદાવાદમાં ઝાંપટું, સુરત સહિત દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ એલર્ટ

અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી થઈ હતી. તે અનુસાર ગઈકાલ સાંજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને રવિવારે સારો એવો વરસી રહ્યો છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર થઈ છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન ભારે વરસાદ વરસતા સુરત, નવસારી, વાપી સહિતના જિલ્લાઓમાં નવરાત્રી ગ્રાઉન્ડ ધોવાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.

બીજી બાજુ અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ દેખાય છે. અહીં પણ એકાદ બે ઝાંપટા વરસાદે નાખતા ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. રવિવારે ખાસ મોટી સંખ્યામાં ગરબા રમવા થનગની રહેલા ખેલૈયાઓ અને આયોજકો બન્ને ચિંતામાં મૂકાયા છે.

આ સાથે તેમની ચિંતામાં વધારો હવામાન ખાતાએ કર્યો છે. હવામાન ખાતાએ સુરત, નવસારી સહિત ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. વડોદરામાં પણ વરસાદની સંભાવના છે અને અમદાવાદમાં પણ જો એકાદ જોરદાર ઝાપટું પડી જાય તો ખેસૈયાઓની મજા બગડી શકે તેમ છે.

સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ, જૂનાગઢ, , અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો એલર્ટ જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર ૦.૮૪ ફૂટ દૂર છે. ડેમમાંથી તાપી નદીમાં ૯૮,૮૬૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૨૨ પૈકી ૮ ગેટ ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

તાપી જિલ્લાના અનેક તાલુકામાં ગત રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના વ્યારા,વાલોડ,ડોલવણ સહિતના પંથકમાં વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા શહેરના બાહુબલી નવરાત્રી મહોત્સવમાં વરસાદ વિઘ્ન બન્યો હતો પરંતુ તે ખેલૈયાઓ રોકી શક્યો નહોતો. ચાલુ વરસાદે ખેલૈયાઓ રાસ રમ્યા હતા.

આ પણ વાંચો…દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ; ૮ ગેટ ખોલી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button