આપણું ગુજરાત

વકફ બિલને લઈ ગુજરાત ભાજપમાં કકળાટ; પડ્યું પહેલું રાજીનામું…

સુરત: કેન્દ્ર સરકારે લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ પસાર કરાવી લીધું છે. આ બિલની બંને ગૃહમાં 12 કલાકથી પણ વધુ લાંબી ચર્ચા ચાલી હતી. બંને ગૃહમાં બિલ NDAનાં સાથી પક્ષોએ આ બિલનું સમર્થન કર્યું હતું. તેના કારણે તેના સાથી પક્ષોમાં હોળી સળગી હતી અને ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપ્યા છે ત્યારે હવે આ કકળાટ ગુજરાતમાં આવ્યો છે અને ખુદ ભાજપનાં જ એક નેતાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.

ગુજરાતમાં પહેલું રાજીનામું
પ્રાપ્ત વિગતો અનુસાર વકફ બિલને બંને ગૃહની મંજૂરી મળ્યા બાદ ગુજરાત ભાજપમાં પહેલું રાજીનામું પડ્યું છે. સુરતના બારડોલીનાં ભાજપનાં નેતાએ વકફ બિલને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. બારડોલીનાં પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપના પ્રાથમિક તેમજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કાલુ કરીમ શેખ વર્ષ 2019માં પંજાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા.

NDAના સાથી પક્ષોમાં હોળી સળગી
ઉલ્લેખનીય છે કે વકફ સુધારા બિલને સંસદના બંને ગૃહોએ લાંબી ચર્ચા બાદ મંજૂરી આપી દીધી છે. વિરોધ પક્ષનાં વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વકફ બિલને સંસદનાં બને ગૃહમાંથી બહુમતી સાથે પસાર કર્યું હતું. વકફ બિલને મંજૂરીમાં NDA ના સાથી પક્ષોનો પણ મહત્વનો ફાળો છે પરંતુ સંસદમાં વકફ સુધારા બિલને સમર્થન આપવા બદલ એનડીએનાં સાથી પક્ષોમાં કકળાટ શરૂ થયો હતો અને નારાજ થયેલા નેતાઓનાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો હતો.

JDUમાં રાજીનામા
વકફ બિલને JDUનું સમર્થન હોવાથી પાર્ટીના મુસ્લિમ નેતાઓ નારાજ થયા હતા. એક પછી એક, ચાર નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમાં લઘુમતી સેલના પ્રદેશ સચિવ મો. શાહનવાઝ મલિક, પ્રદેશ મહામંત્રી મો. તબરેઝ સિદ્દીકી અલીગઢ, ભોજપુરથી પાર્ટીના સભ્ય મો. દિલશાન રાઈન અને JDUના પૂર્વ ચંપારણ જિલ્લા મેડિકલ સેલના પ્રવક્તા કાસિમ અન્સારીએ રાજીનામું આપ્યું હતું.

તે ઉપરાંત રાષ્ટ્રીય લોકદળ (RLD)એ આ બિલને સમર્થન આપ્યું હતું અને આથી પ્રદેશ મહાસચિવ શાહઝેબ રિઝવીએ નારાજ થઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, 24 કલાકની ચર્ચીઓ અને અનેક વાદવિવાદ બાદ આ બિલ પસાર થયું છે. જેમાં RLDએ વક્ફ (સંશોધન) બોર્ડ બિલના સમર્થનમાં પોતાનો વોટ આપ્યો હતો.

આપણ વાંચો: વક્ફ સંશોધિત બિલ મુદ્દે દેશમાં મુસ્લિમોનો વિરોધઃ અમદાવાદમાં પ્રદર્શન કરનારાની અટક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button