જામનગરના ધ્રોલમાં કુમાર છાત્રાલયની દિવાલ ધરાશાયી, 1 બાળકનું મોત, એકની હાલત ગંભીર

જામનગર: ધ્રોલના જામનગર રાજકોટ હાઈવે પર નુરી સ્કુલની સામે જુની કુમાર છાત્રાલય જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દબાઈ ગયાની ઘટના સામે આવી છે. સમાજ કલ્યાણ સંચાલિત જુની કુમાર છાત્રાલયની દિવાલ પડતા ચાર બાળકો દટાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, બંને બાળકોને બહાર કાઢવા બે JCB કામે લાગ્યા છે. એક બાળકીને હાલત ગંભીર હોવાનું જાણવા મુળ્યું છે.
ફાયર વિભાગના જવાનો પણ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છે.રાજકોટ- જામનગર હાઇવે પર આવેલ ધ્રોલ નજીક નુરી સ્કૂલની સામે જૂની કુમાર છાત્રાલયની જર્જર દીવાલ તૂટી પડતા ચાર જેટલા બાળકો દટાયા હતા જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે, ત્યારે બે બાળકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
ધ્રોલ શહેરના નુરી સ્કૂલ સામે જુની અને જર્જરિત કુમાર છાત્રાલય નો હિસ્સો આજે એકાએક ધરાશયી થઈને પત્તાનાં મહેલ માફક તૂટી પડ્યો હતો.આ સમયે તે જ વિસ્તારની ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા જે પૈકી દેવી પૂજક શ્રમિક પરિવાર ના બે બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. આ સમયે ત્યાં હાજર અન્ય બાળકો એ બૂમાબૂમ કરતાં આસપાસ માંથી કેટલાક લોકો દોડી આવ્યા હતાઅને કાટમાળ ખસેડવા ની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન બે JCB પણ મંગાવી લેવાયા હતા. અને તાબડતોબ બચાવ કામગીરી કરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ગોપાલ હસમુખભાઈ સાડમિયા નામના નવ વર્ષના બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ હતું. જ્યારે તેનીજ સાથે દટાયેલી આરોહી રવિભાઈ પરમાર નામની સાત વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ બનાવની જાણ થતાં જ ધ્રોલના પીએસઆઇ પનારા તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતા, અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. પોલીસે બાળકોના માતા-પિતા વગેરેના નિવેદનો નોંધ્યા છે. આ દુર્ઘટનાથી દેવીપુજક શ્રમિક પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.