કેસર કેરીની રાહ જોઈને બેઠા છો? તો આ વાંચી લો
અમદાવાદઃ કેરીની સિઝન આવી ગઈ છે, પરંતુ હજુ બજારોમાં જોઈએ તેટલો માલ દેખાતો નથી અને ભાવ પણ આસમાને છે ત્યારે તેનું કારણ હવામાન છે.
રાજ્યમાં ખરાબ હવામાનની અસર કેરીના પાક ઉપર થઈ છે. આંબાના મોર કમોસમી વરસાદને કારણે ખરી પડ્યા હતા. જેથી કેરીની આવકમાં ગત વર્ષની સરખામણીએ 20 થી 30 ટકા જેટલો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : કેરીના રસિયાઓ કેરી ખાતા પહેલા આ કામ કરવાનું ભૂલશો નહીં, નહીંતર…
ચૈત્ર મહિનાની શરૂઆતથી જ ગરમી વધી જતી હોય છે તેવી જ રીતે બજારમાં કેસર કેરીનો ભાવ પણ આસમાને પહોચી જાય છે. નવરાત્રિ સહિત રમઝાન ઈદ અને ચેટિચાંદ જેવા તહેવારોમાં કેરીની માગ વધી જાય છે. સિઝનની શરૂઆત હોવાથી ભાવમાં 30 ટકા જેટલો વધારો થાય છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફ્રૂટ વેચતા વેપારીઓ જણાવે છે કે એક કિલો દીઠ 200 થી 230 જેટલા રૂપિયા વધારવામાં આવે છે. કેસર કેરી અને હાફૂસ બંનેનો કિલોદીઠ ભાવ અંદાજિત 200 રૂપિયા જેટલો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને ખરાબ હવામાન ને કારણે મોર ખરી જવાથી કેસર કેરીની ગુણવત્તા પણ સંતોષકારક ન હોવાનું જાણાઈ રહ્યું છે. ફ્રૂટ વહેંચનાર છૂટક વેપારીના જણાવ્યા અનુસાર કેરીની 5 કિલોની એક પેટી (બોક્સ)ની કિમત અંદાજિત 700 થી શરૂ થાય છે.જ્યારે 9 કિલોના બોક્સની કિમત 1400 રૂપિયા હોય છે.
તાલાલાના ખેડૂત સાથે અગાઉ પણ મુંબઈ સમાચાર વાત કરી ચૂક્યું છે. તેમના જણાવ્યા અનુસાર ગત વર્ષે કેરીની ખૂબ જ સારી આવક થઈ હતી.અમે કેસર કેરી અમદાવાદના બજારોમાં વહેંચી હતી. 9 કિલોના બોક્સની અંદાજિત કિમત બે હજાર રૂપિયા જેટલી છે જે ગયા વર્ષે ઓછી હતી.